નવીદિલ્હી
દિલ્હી અને મુંબઈમાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ની ઓફિસ પર ઈન્કમટેક્સ વિભાગનો સર્વે ૬૦ કલાક બાદ પૂરો થયો છે. મંગળવારે સવારે ૧૧ઃ૩૦ વાગ્યે આઇટીની ટીમે બીબીસીની ઓફિસો પર સર્વે શરૂ કર્યો હતો, જે ગુરુવારે મોડી રાત્રે સમાપ્ત થયો હતો.આઇટીની ટીમ મોડી રાત્રે ૧૧ વાગ્યે મ્મ્ઝ્રની ઓફિસથી સર્વે પૂરો કરીને રવાના થઈ હતી. બીબીસીના પ્રવક્તાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગના અધિકારી અમારી દિલ્હી અને મુંબઈ ઓફિસ પરથી જતા રહ્યા છે. અમે આઇટીની ટીમને સંપૂર્ણ સહકાર આપતા રહીશું. આ મામલો વહેલી તકે ઉકેલાઈ જશે એવી અમને આશા છે. અમે અમારા કર્મચારીઓનું સંપૂર્ણપણે સમર્થન કરી રહ્યા છીએ. તેમનું ધ્યાન પણ રાખી રહ્યા છીએ, ખાસ કરીને તે લોકોનું, જેમની લાંબી પૂછપરછ કરવામાં આવી છે. કેટલાક લોકોને તો આખી રાત ઓફિસે જ રોકાવું પડ્યું હતું. તે કર્મચારીઓનું ધ્યાન રાખવું એ અમારી પ્રાથમિકતા છે. બીબીસી તરફથી કહેવામાં આવ્યું છે કે અમારું કામકાજ સામાન્ય થઈ ગયું છે. અમે અમારા રીડર્સ, લિસનર્સ અને દર્શકોને નિષ્પક્ષ સમાચાર આપવા માટે કટિબદ્ધ છીએ. અમે વિશ્વાસપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છીએ, અમે અમારા સાથીદારો અને પત્રકારો સાથે ઊભા છીએ, જેઓ સતત તમને ભય કે લોભ-લાલચ વિના સમાચાર પહોંચાડતા રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સર્વે દરમિયાન દિલ્હી ઓફિસમાં ૧૦ સિનિયર કર્મચારીએ બે રાત ઓફિસમાં જ વિતાવી હતી. જ્યારે આઇટીની ટીમ સર્વે પૂરો કરીને ઓફિસમાંથી નીકળી ગઈ ત્યારે આ કર્મચારીઓ ગુરુવાર રાત્રે પોતાના ઘરે ગયા હતા. જાેકે અન્ય કર્મચારીઓને આગામી આદેશ સુધી વર્ક ફ્રોમ હોમના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ બુધવારે કર્મચારીઓના ફાઈનાન્શિયલ ડેટા એકત્ર કર્યા હતા. સૂત્રોનું માનીએ તો સર્વેમાં ઈન્ટરનેશનલ ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઇસિંગમાં ગોટાળા સંબંધિત મુદ્દાની તપાસ થઈ છે. જાેકે કાર્યવાહી પર ઈન્કમટેક્સ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આ તરફ મ્મ્ઝ્રએ જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓને પૂરતો સહકાર આપ્યો છે. કોંગ્રેસ સહિત વિપક્ષની પાર્ટીઓએ ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે તેને પીએમ મોદીની ડોક્યુમેન્ટરીના જવાબમાં એક રાજકીય બદલો જણાવ્યો હતો. જ્યારે સત્તાધારી ભાજપે મ્મ્ઝ્ર સામે ખોટું રિપોર્ટિંગ અને સૌથી ભ્રષ્ટ હોવાના આરોપ લગાવ્યા હતા. આ તરફ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે મ્મ્ઝ્ર દુનિયાનું સૌથી ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન બની ગયું છે. દુર્ભાગ્યથી મ્મ્ઝ્રનો પ્રચાર અને કોંગ્રેસનો એજન્ડા એક જ છે. સુપ્રીમ કોર્ટે ગયા શુક્રવારે દેશમાં બીબીસી પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી દીધી હતી. અરજી હિન્દુ સેનાપ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ કરી હતી, જે મામલે સુનાવણી કરતાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીિ એમએમ સુંદરેશની બેન્ચે કહ્યું હતું કે મ્મ્ઝ્ર પર પ્રતિબંધ લગાવવાની માગ એકદમ ખોટી છે.
