Delhi

આણંદ-ખંભાત વચ્ચે આ ટ્રેન શરૂ થતા ટ્રેન મુસાફરીના સમયમાં ઘટાડો થશે

નવીદિલ્હી
આણંદથી ખંભાત વચ્ચે આઝાદીના સમયથી દોડતી ડીઝલ એન્જિન વાળી ડેમુ ટ્રેન હવે ભૂતકાળ બની જશે. રેવેલે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન થતાં હવે મેમુ ટ્રેન શરૂ કરાશે. અગાઉ આ અંતર કાપતા ૯૦ મિનિટ થતી હતી. હવે માત્ર ૪૦ મિનિટમાં આણંદથી ખંભાત પહોંચી જવાશે.આ સુવિધા શરૂ થતા લગભગ ૨૨ હજાર મુસાફરોને ફાયદો થશે. આણંદ-ખંભાત વચ્ચે રેલવે વિભાગ દ્વારા આઝાદીના સમયથી ડીઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેન દોડતી હતી. સમયની માંગ મુજબ રેલવે દ્વારા આ લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન હાથ ધરાયું હતું. જે પૂર્ણ થતા હવે ડેમુના બદલે મેમુ ટ્રેન દોડાવાશે. બે વર્ષે કામગીરી પૂર્ણ થતાં આણંદ ખંભાત રેલવે લાઈન વચ્ચે દોડતી ડીઝલ ડેમુ ટ્રેન ભૂતકાળ બની જશે. ઈલેક્ટ્રીક મેમુ દોડાવવાથી મુસાફરોનો ૫૦ મિનિટનો સમય બચશે. આ મેમુ ટ્રેન ૫૩ કિ.મીનું અંતર માત્ર ૪૦ મિનિટમાં કાપશે. જાેકે ડેમુ ટ્રેનમાં ૯૦ મિનિટનો સમય લાગતો હતો. જેથી મુસાફરોને અમદાવાદ-વડોદરા જતી ટ્રેન કનેક્શન સરળતાથી મળશે. નવી અને ઝડપી સુવિધાથી ૨૨,૦૦૦ મુસાફરોના સમયનો બચતનો ફાયદો થશે. આ લાઈન પર ૨૦૦ જેટલા વીજ પોલ ઉભા કરાયા છે. હાલમાં રેલવે વિભાગે ૭૫ કિ.મી સુધી ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનાથી વિદ્યાનગર, કરમસદ, અગાસ, પેટલાદ, તારાપુર, ખંભાત સહિત આજુબાજુના ૨૨ ગામોના મુસાફરોને ઝડપી વ્યવહારનો સીધો લાભ થશે. આણંદ-ખંભાત વચ્ચે ૧૯૦૧માં ૨૦ મી જૂને પ્રથમ કોલસા એન્જિનવાળી ટ્રેન શરૂ થઈ હતી. જે લગભગ ૯૮ વર્ષ સુધી ટ્રેક પર દોડતી જાેવા મળી હતી. ૧૯૯૯માં પ્રથમ વખત ડીઝલ એન્જિન વાળી ડેમુ ટ્રેનનો પ્રારંભ કરાયો હતો, જેને આજે ૨૩ વર્ષ થઈ ગયા છે. ત્યારે રેલવે તંત્ર દ્વારા આણંદ-ખંભાત વચ્ચે ઈલેકટ્રીક લાઈન નાખી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ઈલેક્ટ્રીક મેમુ ટ્રેન દોડાવવાનો ર્નિણય કર્યો છે. જેનો લાભ ૭ સ્ટેશન સાથે જાેડાયેલા ૨૨ ગામોની જનતાને મળશે સૌથી મહત્વની વાત છે કે દોઢ કલાક લેતી ડેમુ ટ્રેનને કારણે લોકો ખાનગી વાહનો તરફ વળ્યા હતા. પુનઃ રેલવે મુસાફરી તરફ વળશે. મંજૂરી મળતા ટૂંક સમયમાં મેમુ શરૂ થશે. આણંદ-ખંભાત રેલ્વે લાઈન પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવા માટે એક ટ્રેનનું એન્જિન ગોધરા રેલવે યાર્ડમાં આવી ગયું છે. જેને શરૂ કરવાની તાળમાળ તૈયારીઓ આરંભવી દેવામાં આવી છે. રેલવે વિભાગે આ સપ્તાહમાં મેમુ દોડાવવાનો ર્નિણય કર્યો છે, પરંતુ મુંબઈ વડી કચેરીથી મંજૂરી મળી નથી છતાં પણ તૈયારી રાખવા સૂચના અપાઈ છે. ડેમુનું ભાડું રૂપિયા ૩૫ યથાવત રખાશે આણંદ-ખંભાત રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક મેમુ દોડાવવામાં આવનાર છે. ત્યારે કોરોના સમયે વધારી દીધેલ સ્પેશિયલ ભાડું ૩૫ કરવામાં આવ્યું હતું. તે અગાઉ માત્ર ૧૫ રૂપિયા હતું. તો હવે ઇલેક્ટ્રીક મેમુ શરૂ કરવાથી ૨૨ ગામના લોકોને ઝડપથી સુવિધા મળશે. જાે કે ભાડું ઓછું કરાય તેવી માંગ ઉઠી રહી છે, જાેકે ભાડું વધારવામાં આવશે તો મુસાફરો ઓછા મળવાની સંભાવના છે. ભાડું ઘટાડવામાં આવે તો ગરીબ વર્ગના લોકોને પણ મુસાફરીનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *