Delhi

આલિયા ભટ્ટે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું, ફેન્સ એક્ટ્રેસના મેટ ગાલા ડેબ્યૂને લઇને ખૂબ જ એક્સાઇટેડ

નવીદિલ્હી
આલિયા ભટ્ટે પહેલીવાર ન્યૂયોર્કમાં મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. આલિયા ભટ્ટે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતા જ તેનો લુક જાેઈને ખૂબ હૂટિંગ થવા લાગી. મેટ ગાલામાં ક્યૂટ આલિયા વ્હાઇટ પ્રિન્સેસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. આલિયા આ ડ્રેસમાં એટલી સુંદર લાગી રહી છે કે તેના ચહેરા પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ બની જશે. આલિયા માથાથી પગ સુધી પ્રિન્સેસ જેવી લાગતી હતી. એક્ટ્રેસે પણ રેડ કાર્પેટ પર આવીને એકથી એક પોઝ આપીને ફેન્સનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર આલિયાનો મેટ ગાલાનો વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યા છે. તમે જાેશો કે ઘણા લોકો આલિયાના લાંબા વ્હાઇટ ડ્રેસને પાછળથી પકડતા જાેવા મળે છે. એક્ટ્રેસે એન્ટ્રી લેતા જ તેના ફેન્સે હૂ઼ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આલિયાએ પણ ખુશ થઇને તેમને વેવ કર્યુ અને એકથી એક લુક આપવા લાગી. આ ખાસ ઇવેન્ટ માટે આલિયાએ ઇન્ટરનેશનલ ડિઝાઈનર પ્રબલ ગુરાંગનો ડિઝાઈનર પ્રિન્સેસ ડ્રેસ પહેરેલી જાેવા મળી હતી. જેને પહેરીને તે રેડ કાર્પેટ પર છવાઇ ગઇ હતી. મેટ ગાલામાં ડેબ્યુ કરતા પહેલા, એક્ટ્રેસ પ્રબલ ગુરાંગને તેના સ્ટુડિયોમાં મળવા ગઈ હતી. આ મુલાકાતનો ફોટો પ્રબલ ગુરાંગે ટિ્‌વટર પર શેર કર્યો હતો. જેમાં આલિયા બ્લેક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. એટલું જ નહીં, પ્રબલે આલિયા માટે ડિઝાઈન કરેલા બે ડ્રેસની ઝલક પણ બતાવી. જેમાંથી એક ડ્રેસ બ્લેક અને બીજાે વ્હાઇટ કલરનો હતો. આલિયા ભટ્ટે મેટ ગાલામાં ડેબ્યૂ કરતા પહેલા તેના લુકની એક ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું હતું કે – ‘ૐીિી ુી ર્ખ્ત.’ જાેકે આ ફોટોમાં આલિયાનો ચહેરો અને તેનો ડ્રેસ દેખાતો નહોતો કારણ કે આ ફોટો અંધારામાં લેવામાં આવ્યો હતો. પરંતુ આલિયાની બહેન શાહીને રેડ કાર્પેટ પર ડેબ્યુ કરતાની સાથે જ આલિયાના ઘણા ફોટા શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શન લખ્યું- ‘એન્જલ’. તમને જણાવી દઈએ કે, મેટ ગાલાનું આયોજન ભારતીય સમય અનુસાર ૨ મેના રોજ સવારે લગભગ ૪ વાગ્યે કરવામાં આવ્યું હતું.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *