નવીદિલ્હી
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. આસામના સીએમએ અદાણી ગ્રૂપ સામે તપાસની માંગ કરતા રાહુલ ગાંધીના તાજેતરના ્ુીીં પર વળતો પ્રહાર કર્યો છે. હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે અમારી શાલીનતા છે કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે બોફોર્સ અને નેશનલ હેરાલ્ડ કૌભાંડોમાંથી ‘ગુનાની આવક’ ક્યાં છુપાવી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ વધુ કટાક્ષ કરતા કહ્યું કે અમે તમને ક્યારેય પૂછ્યું નથી કે તમે ઓટ્ટાવિયો ક્વાટ્રોચીને કેવી રીતે મંજૂરી આપી? કેવી રીતે ક્વાટ્રોચી ઘણી વખત ભારતીય ન્યાયની ચુંગાલમાંથી છટકી ગયો. કોઈપણ રીતે અમે કાયદાની અદાલતમાં ચોક્કસપણે મળીશું. અગાઉ રાહુલ ગાંધીએ ્ુીીં કર્યું હતું કે તેઓ સત્ય છુપાવે છે, તેથી જ તેઓ રોજેરોજ ગેરમાર્ગે દોરે છે. પ્રશ્ન એ જ રહે છે – અદાણીની કંપનીઓમાં ?૨૦,૦૦૦ કરોડના બેનામી નાણાં કોના છે? આ પહેલીવાર નથી જ્યારે આસામના સીએમએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હોય. અગાઉ, તેમણે લોકસભામાંથી વાયનાડના ભૂતપૂર્વ સાંસદને અયોગ્ય ઠેરવવાને લઈને રાહુલ ગાંધી પર નવો કટાક્ષ કર્યો હતો. ગુવાહાટીમાં એક કાર્યક્રમની બાજુમાં મીડિયા સાથે વાત કરતા સરમાએ કહ્યું હતું કે ૨૦૧૩માં ક્રિમિનલ કેસમાં બે કે તેથી વધુ વર્ષની સજા બાદ પણ સાંસદોને પદ પર ચાલુ રાખવાની યુપીએ સરકારની પહેલનો વિરોધ કર્યો હતો. ત્યારે અમને લાગ્યું કે રાહુલ ગાંધી પાસે ઉચ્ચ નૈતિક મૂલ્યો હતા. જાે કે, સરમાના મતે વર્તમાન પરિસ્થિતિ તેનાથી વિપરીત વાર્તા કહી રહી છે. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ કેબિનેટે બે કે તેથી વધુ વર્ષની સજા ભોગવ્યા પછી પણ સાંસદો અને ધારાસભ્યોને પદ પર ચાલુ રાખવા માટે વટહુકમ લાવ્યો હતો. તે સમયે રાહુલ ગાંધીએ જ વટહુકમને ફાડી નાખ્યો હતો અને કહ્યું હતું કે તેઓ આવા કિસ્સાઓમાં સાંસદોને તાત્કાલિક ગેરલાયક ઠેરવવાના પક્ષમાં છે. જાે કે, હવે તમે પરિસ્થિતિ જુઓ.. રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને તેમની તાત્કાલિક ગેરલાયકાતનો વિરોધ કરવા દબાણ કર્યું છે, એમ આસામના સીએમએ જણાવ્યું હતું. આનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી નૈતિક રીતે ભ્રષ્ટ વ્યક્તિ છે.
