Delhi

આ અભિનેત્રીએ એવો ખતરનાક ખુલાસો કર્યો હતો કે, જાણીને ચોંકી ગયો હતો આખો દેશ

નવીદિલ્હી
‘આપકી નજરોં ને સમજા પ્યાર કે કાબિલ મુઝે’ આ ગીત તો તમને યાદ જ હશે ઉપરાંત ‘ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં’ ગીતોમાં તેના મોહક સ્મિતથી લોકોને દિવાના બનાવનાર માલા સિન્હાએ ૪૦ વર્ષથી બોલિવૂડ પર રાજ કર્યું છે. આ જ વર્ષોમાં તેણે એકથી વધુ ફિલ્મો આપી હતી. એવું કહેવાય છે કે ૬૦ થી ૮૦ ના દાયકા સુધી, તેનું નામ પણ સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું.તેની સુંદરતા જાેઈને બધા તેના પર દિલ ખોલી નાખતા અને તેની એક્ટિંગ જાેઈને જ્યાં દર્શકો ખુશ થઈ જતા હતા. કંજૂસ અભિનેત્રીએ સૌને ચોંકાવી દીધાઃ પણ એ ઇમેજ સિવાય તેણીને તેના વાસ્તવિક જીવનમાં બોલિવૂડની સૌથી કંજૂસ અભિનેત્રી માનવામાં આવતી હતી. કહેવાય છે કે તેની કંજૂસાઈ એટલી હતી કે તેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પણ પાડ્યા હતા. આ દરમિયાન માલાએ પોતાના પૈસા બચાવવા માટે મીડિયા અને કોર્ટની સામે કંઈક એવું કહ્યું હતું, જેને સાંભળીને બધા ચોંકી ગયા હતા. આ એટલૂ સ્ફોટક નિવેદન હતું કે તમને માનવમાં ન આવે. બાથરૂમમાંથી ૧૨ લાખના બંડલ મળી આવ્યાઃ વર્ષ ૧૯૭૮ની આ વાત છે. જ્યારે માલા સિન્હા સફળતાના શિખરે હતા. આ દરમિયાન તેમના જીવનમાં એક એવો સમય આવ્યો જેણે તેમની ખુશી છીનવી લીધી હતી અને જિંદગીની શાંતિને હચમચાવી દીધી. આ મામલો આવકવેરાને લગતો હતો. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો વર્ષ ૧૯૭૮માં મુંબઈમાં માલા સિન્હાના ઘર પર ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા. દરોડામાં તેના બાથરૂમમાંથી ૧૨ લાખના બંડલ મળી આવ્યા હતા. તે દિવસોમાં ૧૨ લાખ રૂપિયા બહુ મોટી રકમ હતી. એટ્‌લે સ્વાભાવિક રીતે જ તે શંકાના દાયરામાં આવી ગઈ હતી. આટલું જ નહીં મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો મામલો એટલો મોટો હતો કે કોર્ટ સુધી પહોંચ્યો હતો. માલા સિન્હા એ વિચારીને નારાજ થઈ ગઈ કે તેની એ તમામ કમાણી જપ્ત થઈ શકે એમ હતી. તેથી, વકીલ અને તેના પિતા આલ્બર્ટ સિન્હાના કહેવા પર તેણે કોર્ટમાં કબૂલાત કરી લીધી હતી કે તેણે આ પૈસા વેશ્યાવૃત્તિમાંથી કમાયા છે. માલાના આ નિવેદનથી મીડિયા જ નહીં દેશના ઘણા બધા લોકો ચોંકી ગયા હતા. તેની આ વાતમાં સત્ય કેટલું એ તો ભગવાન અને અભિનેત્રી બે જ જાણે છે પણ ત્યાર પછીથી તેની ઇમેજ એકદમ ખરાબ થઈ ગઈ હતી અને તે પોતે પણ પાછળથી ભાંગી પડી હતી.જાે કે એક વર્ગ એવું જ મને છે કે તેણીએ પૈસા બચાવવા માટે આ કબૂલાત કરી હતી. કારણ કે તે પણ પિતાની જેમ કંજૂસ જ હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *