Delhi

આ એક્ટ્રેસે તારક મહેતાના મેકર્સ પર લગાવ્યા ટોર્ચરના આરોપ

નવીદિલ્હી
ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા સમયથી વિવાદોનો મુદ્દો બની ગયો છે. આ ટીવી શોની કાસ્ટમાં શામેલ અનેક કલાકાર એક પછી એક આ શોને અલવિદા કહી રહ્યા છે. શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, પ્રિયા આહુજા અને ડાયરેક્ટર માલવ રાજદાએ આ શોના મેકર્સ પર ફી ન આપવાનો, જાતીય શોષણ, મહિલાઓ પર પ્રેશર મુકવા જેવા અનેક ગંભીર આરોપ મુક્યા છે. આ સીરિયલમાં બાવરીનું પાત્ર ભજવનાર મોનિકા ભદોરિયાએ આ શો બાબતે ચોંકાવનારા ખુલાસા કરીને ગંભીર આરોપો મુક્યા છે. મોનિકા ભદોરિયા જણાવે છે કે, તેમને એટલા ટોર્ચર કરવામાં આવતા હતા કે, તેને આપઘાતના વિચાર આવતા હતા. મોનિકા ભદોરિયા આ શોમાં બાવરીનું પાત્ર ભજવતી હતી. પિંકવિલાને આપેલ ઈન્ટરવ્યૂમાં મોનિકા ભદોરિયા ્‌સ્ર્દ્ભંઝ્રના અનુભવ વિશે જણાવે છે. જેમાં મોનિકા ભદોરિયાએ આરોપ મુક્યો છે કે, જે સમયે તેમના અંગત જીવનમાં પરેશાનીઓ ચાલી રહી હતી, તે સમયે ્‌સ્ર્દ્ભંઝ્રના મેકર્સ તેને ટોર્ચર કરી રહ્યા હતા. મોનિકા એ થોડા દિવસના અંતરે તેમની માતા અને દાદીને પણ ગુમાવ્યા છે. મોનિકા જણાવે છે કે, ‘મેં માતા અને દાદીને ગુમાવ્યા હતા. તે દરમિયાન મને સમજવાને બદલે મારા પર ટોર્ચર કરવામાં આવતું હતું. મને કહેવામાં આવતું હતું કે, તારા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. તારી માંનો ઈલાજ થઈ શકે તે માટે તને પૈસા આપ્યા. આ પ્રકારના શબ્દોને કારણે હું ખૂબ જ પરેશાન થતી હતી. મને એવું લાગતું હતું કે, મારે આપઘાત કરી લેવો જાેઈએ.’ તમને જણાવી દઈએ કે મેકર્સ સાથે ચડસાચડસી થતા મોનિકા ભદોરિયાએ વર્ષ ૨૦૧૯માં આ શો છોડી દીધો હતો. મોનિકા જણાવે છે કે, તે દરમિયાન તેણે મેકર્સ સામે કોઈ ફરિયાદ કરી નહોતી. તે સમયે તેણીએ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હોવાથી કોઈ પગલું નહોતું ભર્યું. તેણે કહ્યું- “મેં જ્યારે મીડિયા સાથે વાત કરવાનું વિચાર્યું તો મારી પાસે બોન્ડ સાઈન કરાવી લીધા કે જાે હું મીડિયા સાથે વાત નહીં કરું તો મને મારા બાકીના પૈસા આપી દેવામાં આવશે. પરંતુ તેઓએ મારા બાકીના પૈસા ન આપ્યા.”

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *