નવીદિલ્હી
ભારતીય વાયુસેનાએ ગ્રુપ કેપ્ટન શૈલજા ધામીને પશ્ચિમી સેક્ટરમાં ફ્રંટકાઇન કોમ્બેટ યુનિટની કમાન સોંપવાનો ર્નિણય કર્યો છે. ૈંછહ્લ ના કોઈ કોમ્બેટ યુનિટની કમાન સંભાળનારી ધામી પ્રથમ મહિલા હશે. તેઓ ૨૦૦૩માં ભારતીય વાયુસેનામાં સામેલ થયા હતા. અધિકારીઓએ મહિલા દિવસની પૂર્વ સંધ્યા પર જણાવ્યું કે ધામી એક સક્ષમ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે અને તેની પાસે ૨૮૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. ધામી ફ્લાઇંગ બ્રાન્ચની પરમીનેન્ટ કમીશન પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા પણ છે. યુનિટના કમાનના ક્રમમાં જાેઈએ તો ફ્લાઇટ લેફ્ટિનેન્ટ બીજા નંબરનું પદ છે. આ પહેલાં સપ્ટેમ્બર ૨૦૧૯માં વિંક કમાન્ડર ધામીને વાયુ સેનાની ફ્લાઇંગ યુનિટની પ્રથમ મહિલા ફાઇટર કમાન્ડર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે ધામીને એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરફથી બે વખત કમાન્ડ કરવામાં આવી ચુકી છે. હાલ તે એક ફ્રંટલાઇન કમાન્ડ હેડક્વાર્ટરના ઓપરેશન બ્રાન્ચમાં તૈનાત છે. સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના ડાયરેક્ટર જનરલ રિટાયર્ડ એર માર્શલ અનિલ ચોપડાએ કહ્યુ- ‘કોમ્બેટ અને કમાન્ડ નિમણૂંકમાં મહિલા અધિકારીઓ માટે આ એક પાયાનો પથ્થર છે. મહિલા ઓફિસર હવે લીડ કરવા માટે તૈયાર છે.’ જાણો કોણ છે?..શૈલઝા ધામી.. પંજાબના લુધિયાણાના શહીદ કરતાર સિંહ સરાભા ગામમાં ભણેલી શૈલજાને દેશ માટે કંઈક કરવાનો જુસ્સો પોતાના ગામની આબોહવામાંથી મળ્યો હતો. આ ગામનું નામ દેશની આઝાદીમાં ઉલ્લેખનીય યોગદાન આપનાર શહીદના નામ પર રાખવામાં આવ્યું છે. શૈલજાના માતા-પિતા સરકારી નોકરીમાં હતા. પિતા હરકેશ ધામી વીજળી બોર્ડના એસડીઓ રહ્યાં અને માતા દેવ કુમારી પાણી-પુરવઠા વિભાગમાં હતા. લુધિયાણામાં જન્મેલા શૈલજાએ સરકારી સ્કૂલથી અભ્યાસ કર્યાં બાદ ધુમાર મંડીના ખાલસા કોલેજમાંથી બીએસસીનો અભ્યાસ કર્યો હતો. ગ્રુપ કેપ્ટન શૈલજા ધામીનો અભ્યાસ વિષે પણ જાણો.. ધોરણ ૧૨ના અભ્યાસ દરમિયાન એનસીસીના એરવિંગમાં જવું શૈલજાના જીવનમાં નિર્ણાયક સાબિત થયું. આ દરમિયાન હિસારમાં આયોજીત ઓપન ગ્લાઇડિંગ ટૂર્નામેન્ટમાં સ્પોટ લેન્ડિંગમાં બીજુ સ્થાન હાસિલ કર્યાં બાદ શૈલઝાએ આકાશ અને હવા સાથે મિત્રતા કરી લીધી, જે પસાર થતાં સમયની સાથે વધતી રહી. બીએસસીનો અભ્યાસ ચાલી રહ્યો હતો આ દરમિયાન શૈલઝાની પસંદગી ફ્લાઇંગ એરફોર્સમાં થઈ ગઈ હતી. તેના કદને લઈને અસમંજસની સ્થિતિ રહી, પરંતુ કેટલીક અડચણો બાદ તેની પસંદગી વાયુસેનામાં થઈ ગઈ હતી.
