નવીદિલ્હી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ની પ્રથમ મેચમાં જ ગુજરાત ટાઇટન્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જીટીનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન મેદાનમાં ફિલ્ડીંગ કરતી વખતે ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેની ઈજાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને સારવાર માટે મેદાનની બહાર લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માત ચેન્નાઈની બેટિંગ દરમિયાન ૧૩મી ઓવરમાં થયો હતો. જ્યારે ઝ્રજીદ્ભના ઓપનર ઋતુરાજ ગાયકવાડે જાેરદાર શોટ માર્યો હતો. બાઉન્ડ્રીની નજીક ફિલ્ડિંગ કરતા વિલિયમસને લાંબી છલાંગ લગાવીને બોલને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે તેમાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન તેના પગ પર પડી જવાથી તે પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિલિયમસનની ઈજાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે મેદાનમાં એક વખત પડી ગયા બાદ પોતાની મેળે ઊભો થઈ શકતો ન હતો. આ દરમિયાન તે તેના ઘૂંટણને પકડીને દુખાવાથી પીડાતો જાેવા મળ્યો હતો. જે બાદ જીટીના મેડિકલ એડવાઈઝર તેને મેદાનની બહાર લઈ ગયા હતા. વિલિયમસનની ઈજા કેટલી ગંભીર છે તેની સંપૂર્ણ વિગતો હાલમાં સામે આવી નથી. ગુજરાત ટાઇટન્સના બોલરો સામે ઋતુરાજ ગાયકવાડે શાનદાર પ્રદર્શન કર્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે કુલ ૪૨ બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી ૧૯૦.૪૭ના સ્ટ્રાઈક રેટથી ૮૦ રન નીકળી ગયા છે. ગાયકવાડના બેટમાંથી કુલ ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા નીકળ્યા હતા. ઝ્રજીદ્ભનો સ્કોર ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૭૮ રન છે અને ગુજરાતની ટીમને જીતવા માટે ૧૭૯ રન કરવાના છે.
