Delhi

ઉતરપ્રદેશમાં ઉંદરનો હત્યા કેસ પહોંચ્યો કોર્ટ ઃ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આવશે ર્નિણય

નવીદિલ્હી
દેશમાં ચોરીથી લઈને હત્યા સુધીના કિસ્સાઓ બનતા રહે છે. ભારતમાં ગુનાખોરીની કોઈ કમી નથી. ઘણા કેસ તો વર્ષો સુધી કોર્ટમાં પડતર હાલતમાં જ રહે છે. સુનાવણી અંગે માત્ર તારીખો આપવામાં આવતી હોય છે અને એમાં પણ ન્યાય તંત્ર પર છે કે ક્યારે સુનવણી કે ચુકાદો આપે છે. પરંતુ હવે એવું પણ લાગી રહ્યું છે કે દેશમાં માણસોને બદલે ઉંદરો ન્યાય મેળવવા માટે ન્યાય તંત્ર ઉતાવળમાં છે. તમે બરાબર વાંચ્યું. હવે ઉંદર મારવાના કેસમાં પણ ન્યાયતંત્ર દ્વારા ર્નિણય આવી શકે છે. હત્યાનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને હવે આરોપીઓને સજા પણ થઈ શકે છે… તમે વિચારતા હશો કે આ કોઈ મજાક નથી ને… પરંતુ આ કિસ્સો તો એકદમ સાચો છે. અને ઉંદર મારવાનો આ મામલો ઉત્તર પ્રદેશના બદાઉનનો છે. હાલમાં ચાલી રહેલા ઉંદરની હત્યાના કેસમાં પોલીસે ત્રીસ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં ઉંદરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામેલ કરવામાં આવ્યો છે. હવે આ ચાર્જશીટના આધારે કોર્ટ આ કેસમાં પોતાનો ચુકાદો આપશે. જણાવી દઈએ કે આ ઉંદરનું મૃત્યુ ગયા વર્ષે ૨૫ નવેમ્બરે થયું હતું. પાણીવાળાએ ઉંદરને નાળામાં ડુબાડીને મારી નાખ્યો હતો. પ્રાણી પ્રેમીઓએ તેને જાેયો અને પોલીસમાં કેસ નોંધાવ્યો.
આ સમગ્ર મામલો અ પ્રકારે હતો?.. ખરેખર, ગયા વર્ષે મનોજ નામના પાનવાડીએ ઉંદર પકડ્યો હતો. આ પછી ઉંદરને ગટરમાં ફેંકી દીધો હતો. ઉંદરના પેટ પર એક પથ્થર બાંધવામાં આવ્યો હતો. તે જ સમયે પ્રાણી પ્રેમી વિકેન્દ્ર શર્મા ત્યાંથી પસાર થઈ રહ્યાં હતા તેમણે ઉંદરને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ઉંદર પહેલાથી જ મરી ગયો હતો. ઉંદરને આટલું દર્દનાક મોત આપતા જાેઈને વિકેન્દ્ર ગુસ્સે થઈ ગયો અને મનોજ વિરુદ્ધ કેસ નોંધ્યો. એફઆઈઆર પછી ઉંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તે જ રિપોર્ટ હવે ચાર્જશીટ સાથે જાેડવામાં આવ્યો છે. ઉંદરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેનું મોત ગૂંગળામણને કારણે થયું હતું, ગટરમાં ડૂબવાથી નહીં. વળી, તેનું લીવર અને ફેફસાં પહેલેથી જ ખરાબ હતા. જેના કારણે મનોજને સજાની આશા ઓછી છે. આ કેસ અંગે વન વિભાગનું કહેવું છે કે ઉંદર મારવો ગુનો નથી, પરંતુ પ્રાણી ક્રૂરતા હેઠળ આ કેસમાં આરોપીઓને સજા મળી શકે છે. જાે મનોજ સામેના આરોપો સાબિત થાય છે તો તેને ૧૦ રૂપિયાથી લઈને ૨ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સિવાય તેને બે થી પાંચ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. હવે જાેઈએ આ કેસમાં કોણ જીતે છે? પાનવાડી કે પશુપ્રેમી.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *