Delhi

ઉત્તરપ્રદેશમાં ૬૦ વર્ષીય મહીલા ૪૨ વર્ષીય યુવક સાથે પ્રેમ, આ મહિલાએ કર્યું એવું કે….

નવીદિલ્હી
તમે અનેક વખત સાભળ્યું હશે કે પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. અને બધા સંબંધો પ્રેમની પાછળ રહી જતા હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. જ્યાં ૬૦ વર્ષીય મામીને ૪૨ વર્ષીય ભત્રીજા સાથે પ્રેમ થઈ ગયો. જે પછી મામીએ કઈક એવુ કર્યું કે અન્ય જગ્યાએ થયેલા ભત્રીજાના લગ્ન પણ તૂટી ગયા. મળતી માહિતી અનુસાર આ વાત શાહજહાંપુરના છે. અહીં રહેતી ૬૦ વર્ષીય મહિલાના પતિનું ગત વર્ષે અવસાન થયું હતું. મહિલાનો પતિ આસિફ હતો, જે મહોલ્લા અંટામાં રહેતો કાપડનો વેપારી હતો. જે પછી મહિલા સતત તેના ભત્રીજા પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. પરંતુ સગી મામી હોવાથી યુવકે લગ્ન કરવાની ના પાડી દિધી હતી. આ દરમિયાન આસિફના લગ્ન બીજે ક્યાંય નક્કી થયા હતા. લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા અને તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આસિફના વકીલના જણાવ્યા અનુસાર લગ્ન ૨૮ ડિસેમ્બરના રોજ થવાના હતા. પરંતુ લગ્નમાં ખલેલ પહોંચાડવા માટે શબાનાએ નકલી મેરેજ સર્ટિફિકેટ બનાવીને આસિફના સાસરિયાઓને મોકલ્યું હતું. પરિણામે તેનું લગ્નજીવન તૂટી ગયું. મામીની આ હરકતોથી પરેશાન આસિફે મામી શબાના અને તેના બે પુત્રો દાનિશ અને અસરાબ અને પુત્રી રૂહી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

File-01-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *