Delhi

ઉત્તરાખંડમાં અર્થી પર સુતેલો મૃત વ્યક્તિ ઊભો થઇને બોલ્યો, હાજર તમામ લોકોના હોશ ઉડયા

નવીદિલ્હી
ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં કેન્સરથી ઝઝૂમી રહેલા એક શખ્સનું મોત થઈ ગયું હતું. પરિવારાન લોકોએ અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. અર્થી પર દેહ રાખવામાં આવ્યો. અંતિમ સ્નાન કરાવતા વખતે મૃતક જીવતો થયો અને બોલવા લાગ્યો. તેને જીવતો જાેઈને તમામ લોકોના હોશ ઉડી ગયા હતા. તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જાે કે, હોસ્પિટલે પહોંચતા ફરી તેનું મોત થઈ ગયું. ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર કિસ્સો રુડકીના ઝબરેડા વિસ્તારનો છે. દીપક કુમાર (૫૮) છેલ્લા કેટલાય સમયથી કેન્સરથી ઝઝૂમી રહ્યા હતા. સોમવારે સવારે દીપકની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ. પરિવારના લોકો તેને હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તેનું મોત થઈ ગયું. મોતના સમાચાર સાંભળી પરિવારમાં હાહાકાર મચી ગયો. પરિવારના લોકોએ અંતિમ દર્શન માટે સંબંધીઓને બોલાવી લીધા. દીપકની લાશને શ્મશાન ઘાટ લઈ જવાની તૈયારી થઈ રહી હતી, લાશને અંતિમ સ્નાન કરાવતા હતા, તે જ સમયે દીપક અર્થીમાંથી ઉઠ્‌યો અને ત્યાં હાજર લોકોને જાેઈ બોલ્યો, તમે આ શું કરી રહ્યા છો. આ નજારો જાેઈ ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા. તાત્કાલિક દીપકને ફરી રુડકી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તપાસ બાદ ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. જે બાદ પરિવારના લોકો ફરી વાર લાશ લઈને ગામડે પહોંચ્યા, જ્યાં ગામલોકોની ભીડ એકઠી થઈ હતી. પરિવારના લોકોએ બપોર બાદ લાશના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ અજીબોગરીબ ઘટના હાલમાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *