Delhi

ઉત્તરાખંડમાં એક જીપ્સી ડ્રાઈવરની તાજેતરમાં વાઘને ઉશ્કેરવા બદલ કરવામાં આવી ધરપકડ

નવીદિલ્હી
ઉત્તરાખંડમાં એક જીપ્સી ડ્રાઈવરની તાજેતરમાં વાઘને ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાઘને ઉશ્કેરતા ડ્રાઈવરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ પોલીસે આ બાબતની નોંધ લેતા ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. આ ઘટના બુધવારે સવારે જિમ કોર્બેટ નેશનલ પાર્ક પાસે બની હતી. વિડીયોમાં વાઘને ઝાડીઓમાંથી બહાર આવતા અને પ્રવાસી વાહન તરફ આગળ વધતા પહેલા હિંસક રીતે હુંકાર કરતો જાેઈ શકાય છે. એનડીટીવીના એક અહેવાલ મુજબ, શુક્રવારે ભારતીય વન સેવા (આઈએફએસ) અધિકારી સુશાંત નંદાએ માહિતી આપી હતી કે, જીપ્સીના ડ્રાઈવરને વાઘને ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વન અધિકારીએ ટ્‌વીટર પર જણાવ્યું કે, ડ્રાઈવર વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, વાઘ કેટલા ખતરનાક રીતે ગર્જતો જાેવા મળે છે. પ્રવાસીઓમાંથી એક ટાઈગર પર બૂમો પાડવાનું શરૂ કરે છે, કારણ કે, તે ગુસ્સામાં પ્રવાસી વાહન તરફ ચાલે છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *