Delhi

ઉત્તર અફઘાનિસ્તાનમાં ૮૦ છોકરીઓને ઝેર આપવામાં આવ્યું

નવીદિલ્હી
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર મોટી સંખ્યામાં છોકરીઓને નિશાન બનાવવામાં આવી છે. ઉત્તર અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછી ૮૦ છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. બાદમાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના શનિવાર અને રવિવારે બની હતી, જ્યારે છોકરીઓ શાળામાં હતી. તાલિબાનોએ કબજાે મેળવ્યા બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે, પરંતુ ભૂતકાળમાં પણ મોટી સંખ્યામાં છોકરીઓ પર હુમલા થયા છે. ૧૦,૦૦૦થી વધુ અફઘાન યુવતીઓ આવા હુમલાનો ભોગ બની છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તાજેતરમાં ઝેરી હુમલો એક વ્યક્તિ દ્વારા દુશ્મનાવટમાં કરવામાં આવી હોવાનું કહેવાય છે. જાેકે આ અંગે વધુ માહિતી આપવામાં આવી નથી. ઘટના સર-એ-પુલ પ્રાંતના સંચરક જિલ્લાની છે. છોકરીઓને શાળાએ જવા પર પ્રતિબંધ છે. તેમને માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણવાની છૂટ છે. આ પછી ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ છે. મહિલાઓને જાહેર સ્થળોએ જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રાંતીય શિક્ષણ વિભાગના વડા મોહમ્મદ રહેમાનીએ જણાવ્યું હતું કે નસવાન-એ-કબોદમાં ૬૦ છોકરીઓ અને નસવાન-એ-ફૈઝાબાદ શાળામાં ૧૭ અન્ય છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે. ત્રીજી વ્યક્તિએ પરસ્પર અદાવતમાં આ હુમલો કર્યો છે. તેણે ઝેર વિશે વધુ માહિતી આપી ન હતી. છોકરીઓની ઉંમર જાહેર કર્યા વિના, રહેમાનીએ કહ્યું કે તેઓ ધોરણ ૧ થી ૬ ની વિદ્યાર્થીનીઓ છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓને ઝેર આપવાનો કિસ્સો નવો નથી. ટોલો ન્યૂઝ અનુસાર, ૨૦૧૬માં કાબુલમાં ૨૦૦ છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કાબુલના સાત જિલ્લાઓની શાળાઓમાં આવા હુમલાઓ નોંધાયા હતા. ત્યારબાદ ૮-૨૨ વર્ષની છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી. અગાઉ કપિસામાં ૧૨૦, ગઝની અને કાબુલમાં ૧૮૦ છોકરીઓ ઝેરી હુમલાનો શિકાર બની હતી. આ સિવાય ખોસ્ટ, બામિયાન, તખાર અને સર-એ-પુલ પ્રાંતમાં ૧૦,૧૦૦ છોકરીઓને નિશાન બનાવવામાં આવી હતી. અફઘાનિસ્તાનનું પાડોશી ઈરાન પણ આવા હુમલાઓથી અછૂત નથી. હિજાબના વિરોધ બાદ આવા ઘણા અહેવાલો સામે આવ્યા હતા, જેમાં શાળાની છોકરીઓ પર ઝેરી હુમલો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે વિવિધ પ્રાંતોની ઓછામાં ઓછી ૧૦૦૦ છોકરીઓએ આવી ફરિયાદ કરી હતી. જાેકે, આ હુમલા કોણે કર્યા અને કેવી રીતે કરવામાં આવ્યા, તેનો ખુલાસો થઈ શક્યો નથી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *