નવીદિલ્હી
ઉન્નાવ રેપ કાંડ મામલે દોષિત બીજેપીમાંથી હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને જામીન મળી ગયા છે. કુલદીપ સિંહ સેંગરની જામીન અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. આ સમગ્ર મામલો વર્ષ ૨૦૨૭નો છે. ત્યારે ઉન્નાવમાં મહિલા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. ઉન્નાવ રેપ કેસમાં દોષિત પૂર્વ નેતા કુલદીપ સિંહ સેંગરને સોમવારે વચગાળાના જામીન મળી ગયા છે. કુલદીપ સિંહ સેંગરની દીકરીએ લગ્નમાં સામેલ થવા માટે પિતાની વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્યની પુત્રીની અરજી પર જામીન આપ્યા હતા. જાેકે, કોર્ટે કુલદીપ સિંહ સેંગરને ૨૭ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી સુધી જ વચગાળાના જામીન આપ્યા છે. ઉન્નાવ રેપ કેસમાં દોષિત અને આજાવન કેદની સજા કાપી રહેલ કુલદીપ સિંહ સેંગરની દીકરીના લગ્ન આગામી મહિને છે. પૂર્વ ધારાસભ્યની દીકરીના લગ્નનો પ્રોગ્રામ ૧૮ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. જાેકે, ૮ ફેબ્રુઆરીના રોજ તેમની દીકરીના લગ્ન છે.


