Delhi

ઉર્ફી જાવેદને મળી ગયો બોયફ્રેન્ડ?… ઉર્ફીએ ફોટો શેર કરી કહ્યુ- ‘તેણે હા કહી દીધી’

નવીદિલ્હી
ઉર્ફી જાવેદ પોતાના અતરંગી ડ્રેસના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવા અવારનવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં ઉર્ફી પોતાની એક એવી જ પોસ્ટના કારણે ફરીથી ચર્ચામાં આવી છે. ઉર્ફીએ પોતાની લેટેસ્ટ ટિ્‌વટમાં બોયફ્રેન્ડને લઈને હિન્ટ આપી છે. તેણીએ એક આવી પોસ્ટ પહેલીવાર શેર કરી છે. તેની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉર્ફી જાવેદે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણીએ એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યુ છે ‘તેણે હા કહી દીધી’. આ ફોટોમાં એક ફ્લાવર વાસ પણ જાેવા મળી રહ્યો છે. આ ફોટો પર ઉર્ફીએ હાર્ટ ઈમોજી પણ શેર કર્યુ છે. ફોટો શેર કરતાં ઉર્ફીએ કેપ્શનને ખાલી છોડી દીધું છે. જેના કારણે ફેન્સ ખૂબ જ કન્ફ્યુઝ થઈ રહ્યા છે. ઉર્ફીની આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. ઘણા લોકો પુછી રહ્યા છે કે શું તેણીએ રિલેશનશિપને લઈને હિન્ટ આપી છે અને તેને બોયફ્રેન્ડ મળી ગયો છે? જાેકે, દર વખતની જેમ આ વખતે પણ ટ્રોલર્સ ઉર્ફી પર નિશાન તાકીને બેઠા છે. ઉર્ફી જાવેદ આ પહેલા કિવીથી બનાવેલા બિકીની ટોપને લઈને ચર્ચામાં રહી હતી. ઉર્ફી સોશિયલ મીડિયા પર પોતાના અતરંગી આઉટફીટને કારણે છવાયેલી રહે છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *