નવીદિલ્હી
પીએમ મોદી એક સાથે બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે. દેશને બે નવી વંદે ભારત ટ્રેનની ભેટ મળવાની છે. આ ટ્રેનોથી ત્રણ રાજ્યોને ફાયદો થવાનો છે. અહીં અમે તમને આ બંને ટ્રેનોની સંપૂર્ણ વિગતો જણાવી રહ્યા છીએ. રેલવે મુસાફરોને હમણા જ બેવડી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે. સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત અને ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. આ બંને ટ્રેનો ચલાવવાથી ત્રણ રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના લોકોને ફાયદો થશે. સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત તેલંગાણા અને આંધ્ર પ્રદેશને જાેડવાનું કામ કરશે. આ ટ્રેન સિકંદરાબાદથી તિરુપતિ વચ્ચે દોડશે. આ બંને શહેરો વચ્ચે મુસાફરી કરનારાઓ માટે તે ખૂબ જ અનુકૂળ રહેશે. તેલંગાણાથી દોડનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ ૧૫ જાન્યુઆરીએ વંદે ભારતને સિકંદરાબાદથી વિશાખાપટ્ટનમ સુધીની ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ ટ્રેનની વિગતો વિશે વાત કરીએ તો, આ ટ્રેન ૮ કલાક ૩૦ મિનિટમાં ૬૬૧ કિમીનું અંતર કાપશે. આ ટ્રેન મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડશે.ટ્રેનની એવરેજ સ્પીડ ૭૭.૭૩ ાદ્બॅર હશે. આ ટ્રેન સિકંદરાબાદથી સવારે ૬ વાગ્યે ઉપડશે અને ૧.૩૦ વાગ્યે તિરુપતિ પહોંચશે. બીજી તરફ, આ ટ્રેન તિરુપતિથી ૧૫.૧૫ કલાકે શરૂ થશે અને ૨૩.૪૫ કલાકે સિકંદરાબાદ વચ્ચે દોડશે. જાે ટિકિટની વાત કરીએ તો તે લગભગ ૧૧૫૦ રૂપિયા છે. ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત રૂટ…. ચેન્નાઈથી કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તિરુથુરાઈપૂંડીથી અગસ્ત્યમપલ્લી સુધી ડ્ઢસ્ેં ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેન તમિલનાડુના કોઈમ્બતુર, તિરુવરુર અને નાગાપટ્ટિનમના લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરશે. ચેન્નાઈથી સંચાલિત થનારી આ બીજી વંદે ભારત ટ્રેન છે. નવેમ્બરની શરૂઆતમાં વંદે ભારત એક્સપ્રેસ ચેન્નાઈથી મૈસુર સુધી દોડશે. આ ટ્રેન ૬ કલાક ૧૦ મિનિટમાં ૪૯૫.૨૮ કિલોમીટરનું અંતર કાપશે. તે બુધવાર સિવાય અઠવાડિયામાં ૬ દિવસ ટ્રેક પર દોડશે. નોંધપાત્ર વાત એ છે કે આ બે ટ્રેનો બાદ દેશમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને ૧૩ થઈ ગઈ છે. આગામી દિવસોમાં કેટલાક વધુ સંભવિત રૂટ છે, જ્યાં વંદે ભારત ટ્રેન દોડવા જઈ રહી છે.
