નવીદિલ્હી
બાલિકા વધુની આનંદી ઉર્ફે પ્રત્યુષા બેનર્જી એક સમયે ટીવી સીરિયલ પર રાજ કરતી હતી. ૧ એપ્રિલ ૨૦૧૬ના રોજ પ્રત્યુષા બેનર્જીએ એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આપઘાત કરી લીધો હતો. ૨૪ વર્ષની અભિનેત્રીએ આપઘાત કરતા તમામ લોકોને ખૂબ જ મોટો આંચકો લાગ્યો હતો. પ્રત્યુષાના આપઘાત માટે તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને તેમના મૃત્યુના જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. અભિનેત્રીના માતા-પિતાએ રાહુલ રાજ સિંહ સામે ફરિયાદ નોંધાવી હતી અને રાહુલને થોડા સમય સુધી જેલમાં બંધ રહેવું પડ્યું હતું. વર્ષો પછી તેમણે પ્રત્યુષા બેનર્જીના આપઘાત બાબતે ખુલાસો કર્યો છે. રાહુલ રાજ સિંહે આજતકના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પ્રત્યુષાના આપઘાત સાથે કોઈ લેવા દેવા નથી. આપઘાતના એક દિવસ પહેલા પાર્ટી કરી રહ્યા હતા. પાર્ટી પછી એકદમથી આ પ્રકારનું પગલું શા માટે ભર્યું જેના જવાબમાં રાહુલે દાવો કર્યો હતો કે, પ્રત્યુષાએ આપઘાત નહોતો કર્યો. રાહુલ રાજ સિંહે દાવો કરતા જણાવ્યું છે કે, ‘હું એવું માનતો જ નથી કે, પ્રત્યુષાએ આપઘાત કર્યો હતો. તે દિવસે પ્રત્યુષાએ મને ડરાવવા માટે ફાંસી લગાવતો વિડીયો બનાવી રહી હતી. તે આ પ્રકારે કરતી હતી. તે દરમિયાન તેનો પગ લપસી ગયો હશે. આ કારણોસર આ પ્રકારની ઘટના સર્જાઈ હતી.’ પ્રત્યુષાના માતા પિતાએ રાહુલ રાજને તેમના મોતના જવાબદાર ઠેરવ્યા હતા. રાહુલ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, રાહુલ રાજે પ્રત્યુષાને તેમના માતા પિતા વિરુદ્ધ ભડકાવ્યા હતા. તેમની પ્રોપર્ટી પર કબ્જાે કર્યો અને અનેક અફેર હતા. પ્રત્યુષા તેના માતા પિતાના દેવાથી પરેશાન હતી. હું તેમના માતા પિતાને દેવું ચૂકવવામાં મદદ કરતો હતો. રાહુલ રાજની હંમેશા પ્રત્યુષાની માતા સાથે વાત થતી હતી. પ્રત્યુષાના મૃત્યુ પછી બધું બદલાઈ ગયું હતું અને રાહુલ પર આરોપ મુકવામાં આવ્યો હતો. રાહુલે કામ્યા પંજાબી સહિત અનેક સેલિબ્રિટી પર પ્રત્યુષાના માતા પિતાને ભડકાવવાનો આરોપ મુક્યો હતો. તેઓ જણાવે છે કે, હું પ્રત્યુષાના માતા પિતાને મળવા માંગું છું અને શક્ય હશે તો તેમની મદદ પણ કરીશ.
