નવીદિલ્હી
સુપ્રિમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અન્ય ગુનાઓ માટે માત્ર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાથી તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીગ એકટ, ૨૦૦૨ (પીએમએલએ)હેઠળનાં શેડયુલ્ડ ગુનાનાં કનેકશનમાં જામીનનો આધાર બની શકે છે. જસ્ટીસ એમ.આર.શાહ અને સી.ટી.રવિકુમારે બનેલી ખંડપીઠે જણાવ્યું હતુ કે ચાર્જશીટ દાખલ થઈ હોવાથી તે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ ૨૦૦૨ (પીએમએલએ) હેઠળ ગંભીર ગુન્હા માટે જામીન માટેનો આધાર બની શકે નહીં.જસ્ટીસ શાહે જણાવ્યું હતું કે પીએમએલ ધારા હેઠળના શેડયુલ્ડ ગુના માટેની એન્ફોર્સમેન્ટ ડિરેકટરોરેટ (ઈડી) ની તપાસ અને અન્ય ગુના માટેની તપાસ અલગ અલગ છે. તેલંગણા હાઈકોર્ટનાં આદેશો સામેની ઈડીની અરજીની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યુ હતું. તેલંગણા હાઈકોર્ટે પીએમએલ હેઠળનાં ગુના સંદર્ભમાં આદીત્ય ત્રીપાઠીને જામીન પર મુકત કર્યા હતા. આ સમગ્ર મામલો મધ્યપ્રદેશ વોટર કોર્પોરેશનનાં રૂા.૧,૭૬૯ કરોડના ઈ ટેન્ડર સંબંધીત છે. એપ્રિલ ૨૦૧૯ માં ભોપાલની આર્થિક ગુના શાખાએ આઈટી ધારા અને ભ્રષ્ટાચાર નિવારણ ધારાની વિવિધ કલમો હેઠળ ૨૦ વ્યકિતઓ-કંપ્નીઓ સામે એફઆઈઆર દાખલ કરી હતી.પ્રાથમીક તપાસમાં બહાર આવ્યું છે કે મેસર્સ જીવીપીઆર એન્જીનીયર્સ, મેસર્સ ઈન્ડીયન હ્યુમ પાઈપ કંપ્ની મેસર્સ આઈએમસી પ્રોજેકટ ઈન્ડીયાની બિડમાં ચેડા કરાઈને સૌથી નીચી બીડ બનાવાઈ હતી. તે માટે ૪ જુલાઈ ૨૦૧૯ મા ચાર્જશીટ ફાઈલ થઈ હતી આ પછી બહાર આવ્યું હતું કે આરોપીઓએ પીએમએલએ હેઠળનાં ગુના પણ આચર્યા છે. તેથી હૈદરાબાદમાં ઈડીએ મની લોન્ડરીંગ તપાસ ચાલુ કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે હાઈકોર્ટનાં આદેશ પરથી લાગે છે કે સંબંધીત આરોપી સામે ચાર્જશીટ ફાઈલ થઈ હોવાથી તપાસ પુરી થઈ છે. તેવુ કોર્ટે માની લીધુ છે. હાઈકોર્ટે એ નોંધવામાં નિષ્ફળ રહી છે કે મની લોન્ડરીંગ ધારા હેઠળનાં ગુનાના સંદર્ભમાં તપાસ ચાલુ છે.