Delhi

એક વ્યક્તિએ રેલ્વેના શૌચાલયમાં પાણી નથીની ફરિયાદ કરી, રેલવેએ તરત જવાબ આપ્યો

નવીદિલ્હી
ભારતીય ટ્રેનોમાં મોટાભાગે લાંબા અંતરની પેસેન્જર ટ્રેનોમાં પાણી ખાલી થઇ જવાની પીડા મુસાફરો સારી રીતે જાણે છે. યુપી-બિહાર રૂટ પર દોડતી ટ્રેનોમાં આવી વધુ સમસ્યાઓ જાેવા મળી છે. પ્રવાસ દરમિયાન ભારતીય રેલવેના શૌચાલયોમાં પાણી ખતમ થવાથી આખી મુસાફરીની મજા બગડી જાય છે. લાખો ફરિયાદો છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ હોય છે, જાેકે એક મુસાફરે તેની સમસ્યા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટિ્‌વટર યુઝર અરુણે ટિ્‌વટ કરીને ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી હતી. તેણે ટ્‌વીટ કર્યું કે આજે તે પદ્માવતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો, જ્યારે તે ટ્રેનમાં ટોઇલેટ યુઝ કરવા ગયો તો ત્યાં પાણી આવતું ન હતું. તેણે પૂછ્યું કે હવે શું કરવું જાેઈએ. તેણે વધુમાં જણાવ્યું કે પાણીની અછતને કારણે તે પાછો આવી ગયો છે અને સીટ પર બેઠો છે. તેમજ ટ્રેન ૨ કલાક મોડી ચાલી રહી છે. અરુણનું આ ટ્‌વીટ જાેતા જ વાયરલ થયું હતું જેમાં લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. હવે યાત્રીના આ ટ્‌વીટ પર ભારતીય રેલવેની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે અસુવિધા માટે માફી માંગી હતી. રેલવેએ તેમને જરૂરી માહિતી શેર કરવા પણ કહ્યું. જાે કે, અન્ય એક ટ્‌વીટમાં અરુણે તેની મદદ કરવા બદલ ભારતીય રેલવેનો આભાર પણ માન્યો હતો. આ દરમિયાન ઘણા ટિ્‌વટર વપરાશકર્તાઓએ અરુણની સમસ્યા પર માનવ અધિકાર પંચ અને વિશ્વ આરોગ્ય સંસ્થાને ટેગ કર્યા હતા. એક યુઝરે લખ્યું, ‘અરુણ જી માટે આ બહુ જ મોટો સંકટનો સમય છે હું તેમની ધીરજની પ્રશંસા કરું છું!’

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *