નવીદિલ્હી
માલવેર એટેકના કિસ્સાઓમાં હાલ વધારો જાેવા મળ્યો છે. સાયબર ગુનેગારો લોકોને નિશાન બનાવે છે, અને તેમના ઉપકરણોમાંથી ડેટા ચોરી કરવા માટે તેમને માલવેરથી ચેપ લગાડે છે. બાદમાં, તેઓ બ્લેક માર્કેટમાં ડેટા વેચે છે અથવા ખોટા કામો માટે તેનો ઉપયોગ કરે છે. આ માટે કંપનીઓ દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, પછી પણ આ ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરના અહેવાલમાંથી જાણવા મળ્યું છે કે, લેમન ગ્રુપ નામની સાયબર ક્રાઈમ સંસ્થાએ કથિત રીતે વિશ્વભરના લગભગ ૮.૯ મિલિયન એન્ડ્રોઇડ ઉપકરણોમાં ગેરિલા નામનો માલવેર ઇન્સ્ટોલ કર્યો છે. આ માલવેરથી સ્માર્ટવોચ, સ્માર્ટફોન, ટીવી અને ટીવી બોક્સ જેવા એન્ડ્રોઇડ ઉપકરણોને અસર થઈ છે.જાપાનની મલ્ટીનેશનલ સાયબર સિક્યોરિટી કંપની ટ્રેન્ડ માઈક્રોએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, માલવેરના કારણે એન્ડ્રોઈડ યુઝર્સના એકાઉન્ટ અને પર્સનલ ડેટા જાેખમમાં મુકાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્કેમર્સ ઘણી ખતરનાક ગતિવિધિઓ કરવા માટે ઉપકરણમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલા માલવેરનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ કે વધારાના પેલોડ લોડ કરવા, એસએમએસમાંથી વન-ટાઇમ પાસવર્ડ કાઢવો, ચેપગ્રસ્ત ઉપકરણમાંથી રિવર્સ પ્રોક્સી સેટ કરવી અને ઉરટ્ઠંજછॅॅ સેશનને હાઇજેક કરવું.
તમારા છહઙ્ઘિર્ૈઙ્ઘ ઉપકરણને માલવેરથી કેવી રીતે સુરક્ષિત કરવું તે જાણો
સામાન્ય રીતે માલવેર નકલી એપ્સ દ્વારા ફેલાય છે. આ કિસ્સામાં, એપ્લિકેશન અજાણ્યા સ્ત્રોતમાંથી ડાઉનલોડ કરવી જાેઈએ. ઉપરાંત, ય્ર્ર્ખ્તઙ્મી ઁઙ્મટ્ઠઅ જીર્ંિી પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે સમીક્ષા વાંચવી જાેઈએ.
પરમિશન આપતી વખતે સાવચેત રહોઃ એપ ઈન્સ્ટોલ કર્યા પછી ડિવાઈસ પરમિશન આપતી વખતે સાવચેત રહો. એપ્સને જરૂરિયાત મુજબ પરવાનગી આપવી જાેઈએ.
સૉફ્ટવેરને અપડેટ રાખોઃ ય્ર્ર્ખ્તઙ્મી દ્વારા સમયાંતરે સૉફ્ટવેર અપડેટ આપવામાં આવે છે. આ અપડેટ્સમાં સુરક્ષા પેચ છે. જે તમારા ઉપકરણને સુરક્ષા આપે છે. તો તેને અપડેટ કરતા રહો.
ઉપકરણને સ્કેન કરોઃ જાે તમને ફોનમાં કંઈક શંકાસ્પદ લાગે છે, તો તમે વિશ્વસનીય સુરક્ષા એપ્લિકેશન દ્વારા ફોનને સ્કેન કરી શકો છો. જેથી ફોનમાંથી માલવેરને દૂર કરી શકાય.