નવીદિલ્હી
ચેન્નાઈ સુપર કિંગ્સએ ચિદંબરમ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ૭ વિકેટથી હરાવ્યું છે. આ સાથે ૈંઁન્માં હજુ પણ ચેન્નાઈ રેસમાં છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવેએ શાનદાર ગેમ રમીને લાઈમલાઈટમાં રહ્યા હતા. આ જીત સાથે ચેન્નાઈ આ સિઝનમાં ચાર મેચ જીતનારી ત્રીજી ટીમ બની ગઈ છે. આ સાથે તેના પોઈન્ટ ટેબલ પર તેણે ૮ અંક મેળવી લીધા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ત્રણે મેચ જીતી છે. ધોનીએ આ જીત બાદ પોતાની નિવૃત્તિ અંગે વાત કરાવી છે. મેચ બાદ ધોનીએ હર્ષા ભોગલે સાથે અલગ-અલગ મુદ્દે વાત કરી હતી. જેમાં ઘોનીએ પોતાની નિવૃત્તિ અંગે વાત કરી તે બાબતે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. ચેન્નાઈમાં દર્શકો પાસેથી મળેલા પ્રેમથી ખુશ થઈને ધોનીએ કહ્યું કે બે વર્ષ બાદ અહીં દર્શકોને મેદાનમાં મેચ જાેવાની તક મળી છે અને તેમની સામે રમવાનું ખાસ હોય છે. ધોનીએ હર્ષા ભોગલે સાથે વાત કરતા આગળ કહ્યું, હવે હું બધું કહી ચૂક્યો છું. આ મારા કરિયારનો અંતિમ તબક્કો છે. અહીં રમવાનું સારું લાગે છે. દર્શકોએ અમને ઘણો પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ધોનીએ કહ્યું, “બેટિંગની વધારે તક મળી રહી નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું ફિલ્ડિંગને લઈને અસમંજસમાં હતો, કારણ કે મને લાગતું હતું કે અહીં ડ્યુ વધુ હશે. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી હતી.” જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં માત્ર ૨૨ રન આપીને ત્રણ વિકેટ લીધી છે. આ રીતે ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૩૪ના સ્કોર પર રોકી દીધો છે. જવાબમાં ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની ૮૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ રહી હતી. ડેવોન કોનવેએ ૫૭ બોલમાં ૭૭* રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. ઝ્રજીદ્ભએ ૮ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. આ જીત બાદ ચેન્નાઈએ છ મેચમાં ૮ પોઈટન્સ સાથે ત્રીજા નંબર પર છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાન્ટ પણ ૬ મેચ બાદ ૮-૮ પોઈન્ટ્સ સાથે સારી રનરેટના કારણે બીજા નંબર પર છે. સનરાઈઝર્સ ૬ મેચમાં ૪ પોઈન્ટ સાથે ૧૦ ટીમોમાં ૯મા સ્થાન પર છે.


