Delhi

એસબીઆઈ તરફથી પેન્શનર્સ અને સીનિયર સિટીઝનને જલ્દી નવી સુવિધા આપવામાં આવશે

નવીદિલ્હી
જાે તમારું એકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં છે, તો આ ખબર તમારા માટે છે. એસબીઆઈ તરફથી પેન્શનર્સ અને સીનિયર સિટીઝનને જલ્દી નવી સુવિધા આપવામાં આવશે. આ સુવિધાનો ફાયદો તમારા ઘરના વરિષ્ઠ વ્યક્તિ ઉઠાવી શકશે. બેંકની નવી યોજના પ્રમાણે, બેંકિંગ એક્ઝિક્યૂટિવ કે ગ્રાહક સેવા કેન્દ્ર પર ૈિૈજીજ દ્વારા ઓળખ કરી શકાશે. એસબીઆઈ તરફથી ઓળખની સુવિધા ‘આઈરિસ સ્કેનર’ ઉપલબ્ધ કરાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બેંક એક્ઝિક્યુટિવની પાસે ‘આઈરિસ સ્કેનર’ની સુવિધા મળવાથી સીનિયર સિટીઝન કેટેગરીમાં આવનારા ગ્રાહકોને હોમ બ્રાન્ચ જવાની જરૂર નહિ રહે. આ સુવિધા પછી તેઓ નજીકના ‘બેંક મિત્ર’ સેન્ટરમાં જઈને પેન્શન નીકાળી શકશે. એસબીઆઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ ‘બેંક મિત્ર’ સંચાલકોની પાસે ‘આઈરિસ સ્કેનર’ લગાવવાના વિકલ્પને ટ્રાયલ કરી રહ્યા છે. તેનાથી સીનિયર સિટીઝન ખાતાધારકો અને પેન્શનર્સની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. ‘આઈરિસ સ્કેનર’ની મદદથી કોઈ પણ વ્યક્તિની આંખોને સ્કેન કરીને તેની ઓળક કરી શક્યા છે. આજકાલ તમામ ઓફિસમાં આ જ પ્રકારની સુવિધા કર્મચારીઓની ઉપસ્થિતિ નોંધાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ગત દિવસો ઓડિશાના નવરંગપુર જિલ્લામાં એક વરિષ્ઠ મગિના તેમનું પેન્શન નીકાળવા માટે બેંક મિત્ર પાસે ગઈ હતી. અહીં તેમની ફિંગરપ્રિન્ટની પુષ્ટિ નહિ થવાના કારણે, તેમને ઘણી પરેશાની થઈ. બેંક તરફથી પણ કહેવામાં આવ્યું છે તે, આવી સ્થિતિથી બચવા માટે આઈરિસ સ્કેનર લગાવવાની શક્યતાઓ દર્શાઈ રહી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *