Delhi

એ. આર. રહેમાને ભરી મહેફિલમાં પત્નીને ટોકી, પછી થઇ જાેવા જેવી…

નવીદિલ્હી
એ. આર. રહેમાન ઘણી વખત ચર્ચામાં આવ્યા છે જ્યારે તેણે તમિલ ભાષા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેણે ઘણી વખત હિન્દી ભાષા થોપવાની વાત પણ કરી હતી. હાલમાં જ ચેન્નાઈમાં એક એવોર્ડ શોમાં મ્યુઝિક કંપોઝર પોન્નિયિન સેલવન તેની પત્ની સાથે સ્ટેજ શેર કરતા જાેવા મળ્યા હતા. આ દરમિયાન ભરી મહેફિસમાં કંઈક એવું બન્યું કે ઓસ્કાર વિનિંગ મ્યુઝિક કંપોઝર એઆર રહેમાન ફરી એકવાર ચર્ચામાં આવી ગયા. મ્યુઝિક કંપોઝર એઆર રહેમાન ફરી એકવાર ચર્ચામાં છે કારણ કે તેણે ભરી મહેફિલમાં તેની પત્નીને ન માત્ર ટોકી હતી પરંતુ તેને હિન્દીને બદલે તમિલમાં બોલવાનું પણ કહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જાેઈને લોકો સોશિયલ મીડિયા પર ઘણા રિએક્શન આપી રહ્યા છે. હકીકતમાં, એઆર રહેમાન તેની પત્ની સાયરા બાનુ સાથે ચેન્નાઈમાં આયોજિત એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી. શોના એન્કરે સાયરાને સ્ટેજ પર બોલવા માટે ઇનવાઇટ કરી હતી. આ દરમિયાન સાયરાના હાથમાં એવોર્ડ પણ જાેવા મળી રહ્યો છે. હવે જાણો આ દરમિયાન શું થયું જેના કારણે મ્યુઝિક કંપોઝર એઆર રહેમાન ફરી એક વાર ચર્ચામાં આવ્યા. વાયરલ વીડિયોમાં એઆર રહેમાન અને સાયરા બંને સ્ટેજ પર સાથે જાેવા મળે છે. આ દરમિયાન એઆર રહેમાને તમિલમાં કહ્યું, ‘મને મારો ઈન્ટરવ્યુ ફરીથી જાેવો ગમતો નથી, જ્યારે તે વારંવાર વીડિયો ચલાવે છે અને જાેતી રહે છે કારણ કે તેને મારો અવાજ ગમે છે.’ આમ કહેતાં જ સાયરા બાનુ હસી પડી. આ પછી એન્કરે સાયરાને બોલવાનું કહ્યું. સાયરાએ પોતાના હાથમાં માઈક પકડ્યું જ હતું કે એઆર રહેમાને તેને ટોકી અને કહ્યું, ‘હિન્દીમાં નહીં, તમિલમાં બોલો.’ આ સાંભળીને સાયરાએ હસતાં હસતાં કહ્યું- ‘ઓહ માય ગોડ’ અને આ સાંભળીને દર્શકો હસવા લાગ્યા અને તાળીઓ પાડવા લાગ્યા. , પછી તે અંગ્રેજીમાં કહે છે કે તે તમિલ નથી જાણતી. પર્સનલ લાઇફની વાત કરીએ તો એ. આર. રહેમાને વર્ષ ૧૯૯૫માં સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. બંનેને ત્રણ બાળકો ખતીજા, અમીન અને રહીમા છે. સિંગરે ગયા વર્ષે જ મોટી દીકરી ખતિજાના લગ્ન કર્યા છે. તે પણ તેના પિતાની જેમ ગીતોને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે એઆર રહેમાન મણિરત્નમની પોનીયિન સેલ્વનઃ ૨ ની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મમાં એઆર રહેમાને મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મ ૨૮ એપ્રિલે પાંચ ભાષાઓમાં રિલીઝ થવાની છે.

File-01-Paga-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *