Delhi

ઓસ્કારમાં જૂનિયર એનટીઆર કરશે આ ખાસ કામ, આ નિવેદન આપી જીત્યુ લોકોનું દિલ

નવીદિલ્હી
૯૫મા ઓસ્કાર એવોર્ડ પર દરેક ભારતીયની નજર ટકેલી છે. આ એવોર્ડ સમારોહ તમામ દેશવાસીઓ માટે એક ગર્વ લેવાની ક્ષણ બનવા જઈ રહ્યો છે અને તેનુ કારણ છે, સાઉથના સ્ટાર ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ (ઇઇઇ) ના ધમાકેદાર ગીત ‘નાટુ નાટુ’ ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન. આટલું જ નહીં એસએસ રાજામૌલી તેમની ‘આરઆરઆર’ સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે આ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ પર જાેવા મળશે. જુનિયર એનટીઆરએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ઓસ્કર વિશે પણ કંઈક એવું કહ્યું છે, જે જાણીને તેમના ફેન્સની નજરોમાં તેના માટેનું સન્માન હજી વધી ગયું છે. ઓસ્કર ૨૦૨૩માં તેના રેડ કાર્પેટ વોક માટે ખુશી વ્યક્ત કરતા જુનિયર એનટીઆરએ કહ્યું, “મને નથી લાગતું કે હું માત્ર ‘આરઆરઆર’ ફિલ્મના અભિનેતા તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ.” જુનિયર એનટીઆરએ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘હું ભારતીય સિનેમાના અભિનેતા તરીકે નહીં, પરંતુ એક ભારતીય તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ. આ સમયે મારા દિલમાં ખૂબ જ ગર્વની લાગણી હશે. રેડ કાર્પેટ પર ફક્ત હું નહીં પણ સમગ્ર ભારત આ રેડ કાર્પેટ પર ચાલશે. જુનિયર એનટીઆરને પૂછવામાં આવ્યું કે તેમની ઘણી પ્રશંસા બાદ ‘એકેડેમી એવોર્ડ’ માટે તેમનુ નામ નોમિનેટ થવા વિશે તેમને કેવુ લાગી રહ્યું છે. આના પર હસીને એનટીઆરે જવાબ આપ્યો કે, ‘એક્ટર આનાથી વધુ શું માંગી શકે? સાથે જ ફિલ્મમેકર માટે આનાથી મોટી વાત શું હોઈ શકે? જણાવી દઈએ કે જુનિયર એનટીઆર આ અઠવાડિયાના અંતમાં યોજાનાર ૯૫માં એકેડેમી એવોર્ડ સમારોહ માટે અમેરિકા પહોંચી ગયા છે. અહીં તેમનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પહોંચેલા ફેન્સનો પ્રેમ જાેઈને જુનિયર એનટીઆરએ કહ્યું, ‘મને તમારા લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે અને હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. તમે બધા મારા ભાઈઓ છો, ભલે આપણા સંબંધ લોહીના નથી પણ આપણો સંબંધ તેના કરતા પણ વધુ મજબૂત છે. હું સૌનૌ આભારી છું.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *