Delhi

ઓસ્કાર ૨૦૨૩માં ‘નાટુ નાટુ’ને અવોર્ડ મળતાં જ દીપિકાના આંસુ છલકાયા, વીડિયો થયો વાયરલ

નવીદિલ્હી
ઓસ્કાર ૨૦૨૩માં ભારતીયોની બોલબાલા રહી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ ‘ઇઇઇ’ના સોન્ગ ‘નાટુ નાટુ’ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. તેને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ પણ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ મૂવી કેટેગરીમાં જીતી છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આમાં દીપિકા પાદુકોણનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જાેઈને દરેક ભારતીયને ગર્વ થશે. ઇઇઇ ફિલ્મના નાટુ નાટુ સોન્ગે ઓસ્કાર ૨૦૨૩ માં બેસ્ટ ઓરિજિનલ સોન્ગનો અવોર્ડ જીત્યો. આ સમયે દીપિકા પાદુકોણ તેના આંસુ રોકી શકી ન હતી. ૯૫મા એકેડેમી એવોર્ડ્‌સમાં નાટુ નાટુ પર પરફોર્મન્સ રજૂ કરનાર એક્ટ્રેસ અન્ય ઉપસ્થિત લોકો સાથે ઓડિયન્સ બેઠી હતી અને જ્યારે એમએમ કીરાવાણી સ્ટેજ પર આવ્યા અને એવોર્ડ સ્વીકાર્યો ત્યારે દીપિકાની આંખોમાં આંસુ જાેવા મળ્યા હતા. ઈમોશનલ દીપિકાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. જાે કે તે ઇઇઇ ટીમથી દૂર બેઠી હતી, તેમ છતાં દીપિકાએ એસએસ રાજામૌલી ફિલ્મની ટીમને પોતાનો પૂરો સપોર્ટ આપ્યો હતો અને પોતાની સીટ પર બેઠા બેઠા તેમની જીતને સેલિબ્રેટ કરી. નાટુ નાટુને પ્રેઝન્ટ કરતી વખતે, દીપિકાએ કહ્યું, “એક આકર્ષક કોરસ, ઇલેક્ટ્રિફાઇંગ બીટ્‌સ અને કિલર ડાન્સ મૂવ્સે આ સોન્ગને ગ્લોબલ સેન્સેશન બનાવ્યું છે. તે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ, અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમ વચ્ચેની મિત્રતા વિશેની ફિલ્મ ઇઇઇ માં એક મુખ્ય દ્રશ્ય દરમિયાન જાેવા મળે છે. તેલુગુમાં ગાયું હોવા ઉપરાંત અને ફિલ્મની સંસ્થાનવાદ વિરોધી થીમને દર્શાવવા ઉપરાંત, તે એકદમ ધમાકેદાર પણ છે. તેને યુટ્યુબ અને ટિકટોક પર લાખો વ્યુઝ મળ્યા છે, તેની તાલ પર દુનિયાભરના મૂવી થિયેટરોમાં પ્રેક્ષકો નાચ્યા છે, અને ઓસ્કાર માટે નોમિનેટ થનારું ભારતીય પ્રોડક્શનનું પહેલુ સોન્ગ પણ છે.” “શું તમે નાટુને જાણો છો? જાે નહીં, તો તમે જલ્દી જ જાણી લેશો. ઇઇઇ ફિલ્મમાંથી, આ નાટુ નાટુ છે,” સિંગર રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવને સ્ટેજ સોંપતા એક્ટ્રેસે ઉમેર્યું. તે ઓસ્કારમાં પ્રેઝન્ટ થનારું પહેલુ તેલુગુ સોન્ગ બન્યું. પ્રેક્ષકોએ પણ ઉભા થઇને આ સોન્ગને સન્માન આપ્યું. જે બાદ તેનું પર્ફોરમન્સ સમાપ્ત થયું હતુ. નાટુ નાટુએ ફક્ત પફોર્મ અને નોમિનેટ જ પરંતુ પરંતુ ઓસ્કારમાં જીતનાર પહેલુ તેલુગુ સોન્ગ બનીને ઇતિહાસ રચ્યો છે. એમ એમ કીરાવની દ્વારા રચિત આ સોન્ગે બેસ્ટ ઓરિજિનલ સોન્ગની કેટેગરીમાં ૯૫મા એકેડેમી અવોર્ડને જીતીને ટેલ ઈટ લાઈક અ વુમન, ટોપ ગનઃ મેવેરિકના હોલ્ડ માય હેન્ડ ,બ્લેક પેન્થરઃ વાકાન્ડા ફોરેવરના લિફ્ટ માય અપ અને એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સના ધીસ ઈઝ એ લાઈફ સોન્ગને પાછળ છોડી દીધા છે.

File-01-Page-14-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *