નવીદિલ્હી
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી ૈંઝ્રઝ્ર ્૨૦ મહિલા વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને ફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ બેથ મૂનીના ફિફ્ટી અને સુકાની મેગ લેનિંગના ૪૯ રનની મદદથી ૪ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા. ભારતે ૮ વિકેટે ૧૬૭ રન બનાવ્યા હતા. આ મેચ ૫ રનથી જીતીને ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠા વર્લ્ડ કપ તરફ એક ડગલું ભર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ૧૭૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વહેલી આઉટ થઈને પરત ફર્યા હતા. આ પછી યાસ્તિકા ભાટિયાની વિકેટ પડી અને પછી જેમિમા રોડ્રિગ્ઝે કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને ૪૩ રનની ઈનિંગ રમીને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો. ૬ ચોગ્ગાની મદદથી રમાયેલી ઈનિંગ્સે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. સેમિફાઇનલ મેચના એક દિવસ પહેલા બીમાર પડેલી હરમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયા સામે કેપ્ટનશિપની ઇનિંગ રમી હતી. ૩૪ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકારીને તેણે ૫૨ રનની ઇનિંગ રમીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. કમનસીબે, તે રનઆઉટ થયા બાદ પરત ફરી હતી. રન પૂરા કર્યા પછી, હરમનપ્રીતનું બેટ ક્રિઝ પર અટકી ગયું અને તે તેને ક્રિઝની અંદર લાવવામાં નિષ્ફળ ગઈ હતી. અંતે રિચા ઘોષ અને સ્નેહ રાણાના આઉટ થવાને કારણે ટીમ ઈન્ડિયા જીત સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી. છેલ્લી ઓવરમાં ૧૬ રનની જરૂર હતી, પરંતુ ભારત માત્ર ૧૦ રન જ બનાવી શક્યું હતું. ભારતીય ટીમ આ પહેલા ગત વખતે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને હરાવીને પાંચમી વખત ટ્રોફી જીતી હતી. હવે સેમિફાઇનલમાં ભારતને હરાવીને તેણે છઠ્ઠી વખત તેને ઉપાડવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે નોકઆઉટ મેચમાં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.


