Delhi

કંગના રનૌત ફરી તેના નિવેદનોને લઈને વિવાદોનો ભાગ બનતી જાેવા મળી

નવીદિલ્હી
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના મનની વાત કરવામાં શરમાતી નથી. કંગના રનૌત ખુલ્લેઆમ કોઈપણ વિષય પર પોતાના મંતવ્ય રજુ કરતી જાેવા મળે છે. જાેકે, આ અભિનેત્રીએ પોતાના અભિનયથી બધાના દિલ જીતી લીધા છે. પરંતુ ઘણી વખત તેના સ્પષ્ટવક્તા પણ તેમના પર બોજ બની જાય છે. અભિનેત્રી પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે ઘણીવાર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. પંગા ક્વીન કંગના ઘણીવાર તેના નિવેદનોને લઈને વિવાદોનો ભાગ બનતી જાેવા મળે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર કંગનાનું નિવેદન ચર્ચામાં છે. વાસ્તવમાં, રવિવારે કંગનાએ અંગ્રેજી બોલતા ‘દેશી બાળકો’ની ‘ખરાબ’ હિન્દીની ટીકા કરી હતી. મિસ રનૌતે હિન્દીમાં તેની ફ્લુન્સીને ‘સેકન્ડ-હેન્ડ બ્રિટિશ એક્સેન્ટ’ ગણાવી અને તેને ‘ખલેલ પહોંચાડનારી’ ગણાવી. કંગનાએ ફરી એકવાર ટિ્‌વટરનો ઉપયોગ કરીને આ વાત કહી હતી. આ સોશિયલ મીડિયા યુઝરના ટ્‌વીટનો જવાબ આપતા કંગનાએ પણ ટ્‌વીટ કર્યું છે. વાસ્તવમાં એક સોશિયલ મીડિયા યુઝરે લિંક શેર કરીને એક મુદ્દો બધાની સામે મૂકવાનો પ્રયાસ કર્યો છે. યુઝરે આ લિંક દ્વારા ઈટાલીમાં એક બિલ વિશે બધાને જણાવ્યું. જ્યાં સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ ઔપચારિક વાતચીત માટે અંગ્રેજી અને અન્ય વિદેશી ભાષાઓ પર પ્રતિબંધ મૂકવાની વાત કહેવામાં આવી હતી. આને શેર કરતા યુઝરે લખ્યું, જાે તમે મારાથી નફરત કરો છો, તો આપણે પણ આવું કરવું જાેઈએ. યુઝરના કહેવા પ્રમાણે, ગુરુગ્રામના બાળકો માત્ર અંગ્રેજી બોલે છે અને થોડી મુશ્કેલી સાથે હિન્દી સમજે છે. આના પર કંગનાએ ટ્‌વીટ કરીને લખ્યું કે, તે જાણે છે કે, તે ટ્રોલિંગને આમંત્રિત કરી રહી છે, પરંતુ પ્રમાણિકતાથી અંગ્રેજી બોલતા દેશી બાળકો જે સેકન્ડ હેન્ડ બ્રિટિશ એક્સેન્ટમાં હિન્દી બોલે છે, તે માત્ર ઈરીટેટ કરતા હોય છે. જ્યારે અધિકૃત દેશી ઉચ્ચાર/સ્વેગ ધરાવતા અને હિન્દી/સંસ્કૃત ભુલ કર્યા વીના બોલતા બાળકો ટોચની શ્રેણીમાં છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *