નવીદિલ્હી
કલોલમાં રહેતો પરિવાર રાત્રે જમીને સુઈ ગયો હતો. ત્યારે સવારે જ્યારે ઊઠીને જાેયું તો સગીરા ગાયબ હતી. જેથી આસપાસમાં તેમજ કલોલમાં શોધખોળ કર્યા બાદ પણ સગીરાની ભાળ મળી ન હતી. જે બાબતને લઈને સગીરાના પરિવારે કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી. કલોલમાં પીસીઆઇ ઇન્ડસ્ટ્રીઝના ક્વાર્ટર્સમાં રહેતો મધ્યપ્રદેશનો પરિવાર છેલ્લા ચારેક વર્ષથી રહે છે. જે ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પતિ પત્ની તેમજ સંતાનમાં એક દીકરી ૧૫ વર્ષની તેમજ એક દીકરો ૧૪ વર્ષનો તેમજ નાનો દીકરો આઠ વર્ષનો એમ ત્રણ બાળક સાથે ક્વાર્ટર્સમાં રહે છે. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રિંગનોદ શહેરના માલપુરીયાના વતની છે. જેવો ઈલેક્ટ્રીક થાંભલા બનાવવાની કંપનીમાં મજૂરી કરે છે. ગત તારીખ ૩૦/૧ના રોજ સવારના પતિ તેમજ પત્ની રાબેતા મુજબ કંપનીમાં કામ ઉપર ગયા હતા અને સાંજના આશરે પાંચેક વાગ્યે નોકરીનો સમય પૂરો કરી કંપનીએ આપેલા ક્વોટર્સમાં ઘરે આવીને રાત્રે જમીને આશરે દસેક વાગે પતિ પત્ની તેમજ તમામ સંતાન સુઈ ગયા હતા. ત્યારે બીજા દિવસે સવારના આશરે ચારેક વાગે પતિએ ઊઠીને જાેયું તો સગીરા તેની જગ્યા ઉપર સૂતેલી ન હતી. જેથી પતિએ પત્નીને ઉઠાડીને જણાવ્યું કે, દીકરી પથારીમાં નથી. જેથી પત્ની ઊઠીને ઘરની આજુબાજુમાં સગીરાની તપાસ કરતા મળી આવી ન હતી. જેથી સગીરાના પિતા તેમજ પત્નીએ કંપનીના માણસોને, કંપનીની આજૂબાજૂ તેમજ સગા સંબંધીઓના ત્યાં તપાસ કરવા છતાં પણ સગીરા મળી આવી ન હતી. જેથી દીકરી સગીર વયની હોવાથી તેને કોઈ અજાણ્યો ઈસમ અપરણ કરીને લઈ ગયેલો હોય એવી ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.


