Delhi

‘કિસી કા ભાઇ કિસી કી જાન’ ફિલ્મમાં સલમાન ખાનના વલ્ગર સ્ટેપ પર ભડક્યા સાઉથના લોકો

નવીદિલ્હી
સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ જેમાં તેલુગુ સ્ટાર્સ વેંકટેશ અને રામ ચરણ પણ ખાસ ભૂમિકામાં છે, તે આ ઈદ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું એક સોન્ગ યેંતમ્મા અગાઉ રિલીઝ થયું હતું. હવે આ સોન્ગને લઇને સાઉથ ઓડિયંસે તેના પર વાંધો ઉઠાવ્યો છે. સાઉથ ફિલ્મના ફેન્સે ટ્રેડિશનલ ‘વેસ્ટી’ને લુંગી કહેવા પર નારાજગી વ્યક્ત કરી છે. પાયલ દેવ દ્વારા રચિત, યંતમ્મા સોન્ગ વિશાલ દદલાની અને પાયલે ગાયું છે. તેમાં સલમાન ખાન, વેંકટેશ, પૂજા હેગડે અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે સલમાન ખાનના ફેન્સ આ ગીતને પસંદ કરી રહ્યા છે, ત્યારે સાઉથના નેટીઝન્સે આ સોન્ગ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. જાણીતા તમિલ ક્રિટિક્સ પ્રશાંત રાણાગસ્વામીએ ટિ્‌વટર પર તમિલમાં લુંગી સ્ટેપ પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેણે લખ્યુંઃ “આ કેવો સ્ટેપ છે? તેઓ વેસ્ટીને લુંગી કહી રહ્યા છેપ અને તેમાં હાથ નાખીને તેઓ વલ્ગર હરકત કરી રહ્યા છે, ઉર્જિં.” ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં આ કોમેન્ટ્‌સ સાથે તેમની સહમતિ વ્યક્ત કરી છે. એક યુઝરે તમિલમાં લખ્યુંઃ “બિલકુલ સાચું ભાઈ. અમે તેમને પૂછીએ તો તેઓ કહેશે કે અમે સાઉથના લુંગી કલ્ચરની મજાક ઉડાવી છે. અન્ય યુઝરે લખ્યુંઃ “બોલીવુડે લુંગી અને વેષ્ટી વચ્ચેના તફાવત વિશે શીખવાની જરૂર છે. વેષ્ટી એ પરંપરાગત વસ્ત્રો છે. જેમાં આવા અશ્લીલ ડાન્સ મૂવ્સ જાેઈને ખૂબ ગુસ્સો આવે છે. અન્ય એક યુઝરે લખ્યું, “બોલીવુડ ‘તેલુગુ’ની પોપ્યુલારિટીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેઓ હજુ પણ સમજી શકતા નથી કે તેલુગુ મદ્રાસી નથી. રામ ચરણ ફિલ્મના એક સોન્ગમાં દેખાય છે. જેમાં સલમાન અને વેંકટેશ ડાન્સ મૂવ્સ કરતા જાેવા મળી રહ્યા છે. સલમાન સાથે ડાન્સ કરવાના અનુભવ વિશે વાત કરતાં તેણે કહ્યું કે આ એક બ્લાસ્ટ હતો. સોન્ગના મેકિંગ વીડિયોમાં રામે કહ્યુંઃ “તે બેસ્ટ સોન્ગ્સ માંનું એક છે. આ સોન્ગ કરવાનું નાના છોકરાનું સ્વપ્ન હતું. આ સોન્ગ કરવાની મજા આવી. હું ખૂબ લકી છું.” ફરહાદ સામજી દ્વારા ડાયરેક્ટેડ, આ ફિલ્મ અજીત કુમારની તમિલ બ્લોકબસ્ટર વીરમ (૨૦૧૪) ની રીમેક છે. કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના અવસર પર ૨૧ એપ્રિલે રિલીઝ થશે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *