Delhi

કેદારનાથના દરવાજા ૨૫ એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા ૨૭ એપ્રિલે ખુલશે

નવીદિલ્હી
લગભગ છ મહિનાના અંતરાલ પછી, અક્ષય તૃતીયાના અવસરે શનિવારે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે ચારધામ યાત્રા શરૂ થશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે આ પવિત્ર યાત્રા પર જઈ રહેલા ભક્તોની બસોને લીલી ઝંડી બતાવી હતી. ગઢવાલ હિમાલયના ચારધામોમાંથી અન્ય બે ધામ કેદારનાથના દરવાજા ૨૫ એપ્રિલે અને બદ્રીનાથના દરવાજા ૨૭ એપ્રિલે ખુલશે. ઋષિકેશમાં આયોજિત ‘ઋષિકેશથી ચારધામ યાત્રા – ૨૦૨૩’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ધામીએ શ્રદ્ધાળુઓને માળા પહેરાવીને આવકાર્યા હતા અને ગયા વર્ષની જેમ યાત્રા માટે ચાર ધામો- બાબા કેદાર, બદ્રીવિશાલ, મા ગંગોત્રી અને મા યમુનોત્રીની પ્રાર્થના કરી હતી. તેમણે કહ્યું કે આ વખતે સરકાર દ્વારા ચારધામ યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે ‘હેલિકોપ્ટર દ્વારા ફૂલોની વર્ષા’ કરવાનો ર્નિણય પણ લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રાને ઉત્તરાખંડ માટે ‘ઉત્સવ’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ રાજ્યમાં આવે છે જેના કારણે રોજગારીની તકો ઉભી થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૬ લાખ લોકોએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને સરકાર એ સુનિશ્ચિત કરશે કે દરેક ભક્તની યાત્રા સરળ અને ૧૦૦% સુરક્ષિત હોય. મુખ્યમંત્રીએ કહ્યું, “અમને પૂરો વિશ્વાસ છે કે આ વર્ષની ચારધામ યાત્રા અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખશે. રાજ્ય સરકાર સુરક્ષિત ચારધામ યાત્રાને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે. અમારો પ્રયાસ રહેશે કે યાત્રાની સમાપ્તિ પછી ઘરે પરત ફરતો દરેક ભક્ત દેવભૂમિ ઉત્તરાખંડમાં વિતાવેલા સમયની સોનેરી યાદો પાછી લઈ જાય.” કોવિડ-૧૯ના કારણે બે વર્ષના અંતરાલ બાદ ગયા વર્ષે સંપૂર્ણ રીતે શરૂ થયેલી ચારધામ યાત્રામાં રેકોર્ડ ૪૭ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. રાજ્ય સરકાર આ વખતે આ સંખ્યામાં વધુ વધારો થવાની અપેક્ષા રાખી રહી છે. દરમિયાન, ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી મંદિર અને યમુનોત્રી મંદિરને ખોલવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જ્યાં મંદિરોને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે. હવન અને વૈદિક મંત્રોચ્ચાર પછી, ગંગોત્રીના દરવાજા શનિવારે બપોરે ૧૨ઃ૩૫ વાગ્યે ખુલ્યા, જ્યારે યમુનોત્રીના દરવાજા ૧૨ઃ૪૧ વાગ્યે ખુલ્યા. અને આ બંને ધામોમાં ભક્તોનું આગમન શરૂ થઈ ગયું છે.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *