નવીદિલ્હી
કેન્દ્ર શાસિત બનવાના કારણે જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સીમાંકન કરવામાં આવ્યું હતું, જેથી વિધાનસભાની ચૂંટણી કરાવવામાં આવી શકે. જાેકે, ઘણા લોકોએ આ સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે જમ્મુ-કાશ્મીરનું સીમાંકન યથાવત રાખ્યું છે. આ સાથે વિધાનસભા અને લોકસભા મતવિસ્તારોના પુનઃનિર્ધારણ માટે સીમાંકન આયોગની રચના કરવાના ર્નિણયને પડકારતી અરજી પણ ફગાવી દીધી છે. વાસ્તવમાં હાજી અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ અયુબ મટ્ટુએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, જુલાઇ ૨૦૦૪માં સીમાંકન આયોગ દ્વારા જાહેર કરાયેલા પત્ર મુજબ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન વિધાનસભા બેઠકોની સંખ્યા વસ્તી ગણતરી સુધી બદલી શકાશે નહીં. આવી સ્થિતિમાં આ સીમાંકન ૨૦૨૬ પછી થવું જાેઈએ. તેમણે એવી પણ દલીલ કરી હતી કે, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડમાં છેલ્લા ૫૧ વર્ષથી સીમાંકન થયું નથી. અરજદારોએ કોર્ટમાં એવી પણ દલીલ કરી હતી કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ૨૦૧૯ હેઠળ, માત્ર ચૂંટણી પંચને સીમાંકન કરવાની સત્તા છે અને સીમાંકન આયોગ જેવી અસ્થાયી સંસ્થા નથી. આ કિસ્સામાં સીમાંકન પર પ્રતિબંધ મૂકવો જાેઈએ. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ સુપ્રીન કોર્ટે અરજી ફગાવી દીધી હતી. સીમાંકન આયોગના બંધારણને પણ સમર્થન આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો ત્યાં ચૂંટણીની માંગ કરી રહ્યા છે. જેના પર કેન્દ્રએ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે, સીમાંકન બાદ તમામ પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. જે બાદ ચૂંટણી યોજાશે. ૬ માર્ચ, ૨૦૨૦ ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન અધિનિયમ ૨૦૦૨ની કલમ ૩ હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ (નિવૃત્ત) રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સીમાંકન પંચની સ્થાપના કરવામાં આવી હતી.


