Delhi

કેન્સર અને HIV બંને જીવલેણ બીમારીઓ સામે આ વ્યક્તિએ કેવી રીતે જીતી જંગ, જાણો મામલો

નવીદિલ્હી
ૐૈંફ નો ઈલાજ શોધી રહેલા વૈજ્ઞાનિકોને હવે તેમની કોશિશમાં જાણે સફળતા મળી રહી હોય તેવું જણાય છે. જાે કે ૐૈંફ ની સાથે સાથે કેન્સર પણ હોય તે ખુબ જ જાેખમભરી સ્થિતિ બને છે. કારણ કે બંને બીમારીઓ જીવલેણ છે. સોમવારે જર્મનીના એક એવા દર્દી વિશે ખબર પડી કે જેને વર્ષોથી ૐૈંફ અને કેન્સર બંને હતા. પરંતુ હવે તે બિલકુલ સાજાે થઈ ગયો છે. સોમવારે એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું કે નવી ટેક્નોલોજીથી ૐૈંફ અને કેન્સર બંને સામે ઝઝૂમી રહેલા એક દર્દીને સાજાે કરી દેવાયો છે. સમાચાર એજન્સી એએફપીના રિપોર્ટ મુજબ ૫૩ વર્ષનો આ વ્યક્તિ જર્મનીના ડ્યૂસેલડોર્ફનો છે. ૨૦૦૮માં તેને ખબર પડી કે તે ૐૈંફ પોઝિટિવ છે. ત્યારબાદ ૩ વર્ષ પછી તેને બ્લડ કેન્સર થઈ ગયું, જેને એક્યુટ માઈલોઈડ લ્યુકેમિયાના નામથી ઓળખવામાં આવ્યું. ૨૦૧૩માં તેનું સ્ટેમ સેલની મદદથી બોન મેરો ટ્રાન્સ્પ્લાન્ટ થયું. આ એક મહિલા ડોનરના કારણે શક્ય બની શક્યું. મહિલાના ઝ્રઝ્રઇ૫ મ્યુટેશન જીને બીમારીને શરીરમાં ફેલાતી રોકી. આ દુર્લભ જીન છે. જે કોશિકાઓમાં ૐૈંફ ને ફેલાતું અટકાવે છે. આ વ્યક્તિની ૨૦૧૮માં ૐૈંફ માટે કરવામાં આવતી એન્ટીરેટ્રોવાઈરલ થેરેપી પણ બંધ કરી દેવાઈ હતી. સતત ૪ વર્ષ સુધી પરીક્ષણ કર્યું પરંતુ ૐૈંફ પાછા ફરવાના કોઈ લક્ષણ જાેવા મળ્યા નહીં. દર્દીનું નામ જાે કે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ તે સાજા થયા બાદ ખુબ ખુશ છે. તેણે સૌથી પહેલા તેના ફીમેલ ડોનરનો આભાર માન્યો. અને દુનિયાભરના ડોક્ટરોની ટીમ માટે કહ્યું કે મને તમારા બધા પર ગર્વ છે. જે મારા કેન્સર અને ૐૈંફ ને ઠીક કરવામાં સફળ રહ્યા. ગત વર્ષે અલગ અલગ વૈજ્ઞાનિક સંમેલનોમાં એચઆઈવી અને કેન્સરથી પીડિત બે અન્ય લોકોની રિકવરીની પણ જાહેરાત કરવામાં આવી. જાે કે આ મામલાઓ પર સ્ટડી પ્રકાશિત થવાનો બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *