Delhi

કેપ્ટન બનતા જ નિતિશ રાણાએ કહ્યું, “હું ધોની, કોહલી કે રોહિત, કોઈને ફોલો નહીં કરું”

નવીદિલ્હી
ૈંઁન્ થોડા જ દિવસમાં શરૂ થવા જય રહી છે. ઈન્ડિયા કા ત્યોહાર તરીકે ઓળખાતી ઇંડિયન પ્રીમીયર લીગની ૧૬ મી આવૃત્તિ શરૂ થવા જઇ રહી છે અને ભારતમાં સતત લગભગ બે મહિના સુધી ચાલનાર આ ઉત્સવમાં દરેક ક્રિકેટ પ્રેમીઓ એક અલગ જ ઉત્સાહ સાથે ભાગ લેશે. ઘણા સમયથી ક્રિકેટ ફેન્સ આ વખતની આઈપીએલની રાહ જાેઈ રહ્યા છે કારણ કે ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ આ બે ટીમો આવવાના કારણે હવે હરીફાઈ ખાસ્સી મજબૂત જાેવા મળી રહી છે. આ વખતની સિઝનમાં ઘણા ખેલાડીઓ ઇજાના કારણે રમી શકશે નહીં. આવા ખેલાડીઓમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર બૂમરાહ, કોલકાતા નાઈટ રાઈડર્સના ફાસ્ટ બોલર પ્રસીધ કૃષ્ના અને શાનદાર બેટ્‌સમેન શ્રેયસ ઐયરનો સમાવેશ થાય છે. શ્રેયસ ઐયર આ વખતે ઇજાના કારણે નહીં રમી શકવાના કારણે કોલકાતા નાઈટ રાઈડર્સને પોતાનો કેપ્ટન બદલવાની ફરજ પડી છે અને ભારતીય બેટ્‌સમેન નિતિશ રાણાને આ જ્વાબદારી સોંપવામાં આવી છે. નિતિશ રાણાને આ અંગે વાતચીત દરમિયાન પુછવામાં આવ્યું હતું કે તે કેપ્ટન્સીની બાબતમાં કોને ફોલો કરશે? તો રાણાએ સામે જવાબ આપ્યો હતો કે તે કોઈને ફોલો નહીં કરે. અને ક્યારેય કોઈને ફોલો કર્યા પણ નથી. તેણે કહ્યું હતું કે હું કોઈને ફોલો કરવાનું શરૂ કરીશ તો પાછળ પડી જઈશ અને આ વર્ષે હું કેપ્ટન્સી પણ પોતાની રીતે જ કરીશ.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *