Delhi

કૈલાશ માનસરોવર યાત્રા શરૂ કરવા માટે પરિસ્થિતિ હજુ પણ છે પડકારજનક ઃ વિદેશ મંત્રાલય

નવીદિલ્હી
વિદેશ મંત્રાલય (સ્ઈછ)એ કહ્યું છે કે, તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે પરિસ્થિતિ હજુ પણ પડકારજનક છે. કેન્દ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં મુસાફરી ફરી શરૂ કરવા અંગે જાહેરાત કરે તેવી અપેક્ષા છે. હકીકતમાં કોવિડ-૧૯ને કારણે આ યાત્રા છેલ્લા ત્રણ વર્ષથી બંધ છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધો સાથે પરિસ્થિતિ હજી પણ પડકારરૂપ છે. વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને તાજેતરમાં રાજ્યસભામાં કહ્યું હતું કે, યાત્રા ફરી શરૂ કરતાં પહેલાં યાત્રીઓ (તીર્થયાત્રીઓ)ની સુરક્ષા પ્રાથમિક પૂર્વશરત છે. સરકાર આ બાબતે બારીકાઈથી નજર રાખી રહી છે અને આ અંગેની માહિતી સમયસર આપવામાં આવશે. કૈલાશ માનસરોવર યાત્રા ભારતીયો માટે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રસંગ છે. વિદેશ મંત્રાલય દર વર્ષે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે. આ બે સત્તાવાર માર્ગો દ્વારા કરવામાં આવે છે – ઉત્તરાખંડમાં લિપુલેખ પાસ અને સિક્કિમમાં નાથુ લા પાસ. મંત્રાલય દિલ્હી, ઉત્તરાખંડ અને સિક્કિમની રાજ્ય સરકારો તેમજ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ સાથે મળીને કામ કરે છે. જ્યારે સરકાર વ્યક્તિગત યાત્રાળુઓને કોઈ સીધી નાણાકીય સબસીડી આપતી નથી. ત્યારે વિદેશ મંત્રાલય સ્વ-ધિરાણના ધોરણે સહાય પૂરી પાડે છે. આ સહાયમાં પરિવહન, રહેઠાણ, ખોરાક, તબીબી પરીક્ષણો અને માર્ગદર્શિકાઓ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. યાત્રાના સુચારૂ સંચાલન માટે મંત્રાલય પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનની સરકાર તેમજ વિવિધ ભારતીય એજન્સીઓ સાથે પણ સંકલન કરે છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *