Delhi

કોંગ્રેસ અધિવેશનની બેઠકમાં કહી વાત, સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી સંન્યાસના સંકેત

નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, સરકાર સંવૈધાનિક મૂલ્યોને કચડી રહી છે અને સંવૈધાનિક સંસ્થાઓ પર આરએસએસ-ભાજપનો કબ્જાે છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારત જાેડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણે જનતાને કોંગ્રેસ સાથેના જાેડાણને જીવંત કર્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી. તો વળી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે દેશ અને કોંગ્રેસ માટે પડકાર ભર્યો સમય છે. દલિતો, અલ્પસંખ્યકો, મહિલાઓની સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર અમુક ઉદ્યોગપતિઓનો સાથ આપી રહી છે. સોનિયા ગાંધીએ પોતાના રાજકીય ઈનિંગ્સના અંતના સંકેત આપતા કહ્યું કે, ભારત જાેડો યાત્રાની સાથે તેમની રાજકીય ઈનિંગ્સ ખતમ થઈ શકે છે. યૂપીએ અધ્યક્ષાએ કહ્યું કે, ૨૦૦૪ અને ૨૦૦૯માં અમારી જીત સાથે સાથે ડો. મનમોહન સિંહના કુશળ નેતૃત્વમાં મને વ્યક્તિગત સંતુષ્ટિ આપી, પણ મને સૌથી વધારે ખુશી એ વાતની છે કે, મારી ઈનિંગ્સ ભારત જાેડો યાત્રા સાથે ખતમ થઈ. જે કોંગ્રેસ માટે એક મહત્વનો વણાંક સાબિત થયો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જાેડો યાત્રા સફળ થઈ છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ યાત્રાને સફળ કરી છે. તેનાથી જનતાનું કોંગ્રેસ સાથે જાેડાણ જીવંત થયું છે. કોંગ્રેસે ગાંઠ બાંધી લીધી છે કે દેશ બચાવવા માટે લડાઈ લડશે. કોંગ્રેસ દેશહિતની લડાઈ લડશે. મજબૂત કાર્યકર્તા જ કોંગ્રેસની તાકાત છે. આપણે અનુશાસન સાથે કામ કરવાની જરુર છે. જનતા સુધી આપણે આપણો સંદેશો પહોંચાડવાનો છે. વ્યક્તિગત હિતોને કોરાણે રાખીને ત્યાગ કરવાની જરુર છે. પાર્ટીની જીત જ દેશની જીત છે અને મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં આપણે સફળ થઈશું.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *