નવીદિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે અને પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ આ નિવેદન કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું છે. જેનો વીડિયો ભાજપ નેતા અમિત માલવીયે ટ્વીટ કર્યો છે અને તેના પર વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે,. હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. ગુજરાત ચૂંટણીમાં તેમણે પ્રધાનમંત્રી મોદીને રાવણ ગણાવ્યા હતા. ભાજપ નેતા અમિત માલવીયએ મલ્લાકાર્જુન ખડગેનો વીડિયો શેર કર્યો અને વિરોધ વ્યક્ત કરતા લખ્યું- હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પ્રધાનમંત્રી મોદીને ઝેરીલા સાપ ગણાવ્યા છે. સોનિયા ગાંધીના મૌત કા સૌદાગર થી જે શરૂ થયો અને તેનો અંત કેમ થયો, આપણે જાણીએ છીએ. કોંગ્રેસ દરરોજ નવા ખાડામાં ઉતરતી જાય છે. હતાશાથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં જમીન ગુમાવી રહી છે અને તેને જાણે છે. પોતાના વિવાદિત નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી કે તેમણે પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો નથી. મેં ભારતીય જનતા પાર્ટીને સાપ ગણાવી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યુ હતું- તમારી વિચાર ધારા અને સિદ્ધાંતના આધાર પર તમે એકલા જ દેશને બરબાદ કરવા માટે પૂરતા છો. તમારી વિચારધારા અને સિદ્ધાંત ખોટા છે, તે દેશને ખતમ કરી રહ્યાં છે. તમને આ ગેરસમજણ ન હોવી જાેઈએ, મોદી ઝેરીલા સાંપની જેમ છે. તમે તેને ઝેર સમજાે કે ન સમજાે, પરંતુ જાે તમે તેને ચાખશો તો મરી જશો. તમે વિચારી શકો કે શું આ ખરેખર ઝેર છે? મોદી એક સારા માણસ છે, તેમણે જે આપ્યું છે, તેને અમે જાેઈશું. તમે જ્યારે તેને ચાટશો તો તમે સુઈ જશો.


