Delhi

કોમેન્ટ્રી દરમિયાન સુનીલ ગાવસ્કરે કહ્યું એવુ કે, ફેન્સ ગુસ્સે થયા, પેનલથી હટાવવાની કરી માંગ

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કરના નામે ઘણા મહાન રેકોર્ડ છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે તેણે ખૂબજ સારું પ્રદર્શન કર્યું છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો અને ઘણી વખત ઘણી મેચોમાં કોમેન્ટ્રી પણ કરી. પરંતુ શું તમે જાણો છો કે, એક વખત તેણે કોમેન્ટ્રી દરમિયાન મોટી ભૂલ કરી હતી. વાસ્તવમાં, તેણે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરની પત્ની પર ટિપ્પણી કરી હતી, ત્યારબાદ તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ ઉઠી હતી. ખરેખર, વર્ષ ૨૦૨૨ ૈંઁન્માં ૨૦ મેના રોજ રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે મેચ રમાઈ રહી હતી. આ દરમિયાન સુનીલ ગાવસ્કર પણ અંગ્રેજી કોમેન્ટ્રી પેનલનો ભાગ હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા ૧૫૦ રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમ પીછો કરવામાં નિષ્ફળ ગઈ અને જવાબદારી વેસ્ટ ઈન્ડિઝના બેટ્‌સમેન શિમરોન હેટમાયર પર આવી ગઈ. જ્યારે હેટમાયર બેટિંગ કરવા આવ્યો ત્યારે ગાવસ્કરે કહ્યું, “શિમરોન હેટમાયરની પત્નીની ડિલિવરી થઈ ગઈ છે.. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરી શકશે.” ફેન્સ કેમ ગુસ્સે થયા? જાણો કારણ.. ખરેખર, શિમરોન હેટમાયરની પત્નીએ આ મેચના ૩-૪ દિવસ પહેલા તેના બાળકને જન્મ આપ્યો હતો. આ કારણોસર, ગાવસ્કરે ટિપ્પણી કરતી વખતે ડિલિવર શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગત ટિપ્પણી બાદ સુનીલ ગાવસ્કરને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ ઉઠી હતી. તેની કમેન્ટથી ફેન્સ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને કોમેન્ટ્રી પેનલમાંથી હટાવવાની માંગ કરી રહ્યા હતા.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *