નવીદિલ્હી
વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ એ બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં આ રોગચાળાને કારણે લાખો લોકોના મોત થયા છે. કોરોના બાદ હવે ૐ૩દ્ગ૨ વાયરસે ડોક્ટરોને ચિંતામાં મૂકી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં આ વાયરસના ઘણા દર્દીઓ મળી આવ્યા છે. રાજધાની દિલ્હીમાં આ વાયરસના કેસમાં વધારો થયો છે. જાે કે હાલમાં તે નિયંત્રણમાં છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર પોઝિટિવ મળી આવેલા દર્દીઓની હાલત ગંભીર નથી. ડૉ. અર્જુન ડાંગે જણાવ્યું કે ૐ૩દ્ગ૨ એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા છ છે. આ વાયરસ નાક, ગળા, ઉપરના શ્વસન માર્ગ અને ઘણા કિસ્સાઓમાં ફેફસાંને અસર કરે છે. જાે કે, તે એક મોસમી રોગ છે જે દર શરદી અથવા ફ્લૂની મોસમમાં મોસમી રોગચાળાનું કારણ બને છે. ડૉ. ડાંગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં ૧૦૦ થી વધુ પરીક્ષણોમાં મહત્તમ ૐ૩દ્ગ૨ પોઝિટિવ દર્દીઓ છે. મોટાભાગના દર્દીઓની હાલત ગંભીર નથી. જાે કે, જાે સંખ્યા વધે તો આરોગ્ય સુવિધાઓને અસર થઈ શકે છે. ૐ૩દ્ગ૨ વાયરસના મુખ્ય લક્ષણો તાવ, ઉધરસ, ગળામાં દુખાવો છે. આ સિવાય વારંવાર ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ પણ થઈ શકે છે. તે શરદી અને ઉધરસ જેવું જ દેખાય છે. કોઈ વ્યક્તિ ૐ૩દ્ગ૨ વાયરસથી પીડિત છે કે નહીં, તે લેબ ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. ડો. ડાંગના જણાવ્યા મુજબ, કોવિડ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વચ્છતા, માસ્ક પહેરવા જેવી સાવચેતીઓ લેવામાં આવી હતી, આપણે આ વાયરસમાં પણ તે જ લેવાની છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે વાર્ષિક ઈન્ફલ્યુએન્ઝા રસીના શોટ મેળવીએ. તે આપણને કોઈપણ ગંભીર લક્ષણો અને ગૂંચવણોથી બચાવે છે. ૐ૩દ્ગ૨ વાયરસ સૌપ્રથમ ૧૯૬૮માં મનુષ્યોમાં જાેવા મળ્યો હતો. તેનો પહેલો કેસ હોંગકોંગમાં જાેવા મળ્યો હતો. આ પછી તે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો.