નવીદિલ્હી
આમ જાેવા જઈએ તો, છેલ્લા ૧૫-૨૦ દિવસથી દેશમાં કોરોનાના નવા કેશમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં કોરોનાના ૪૮૪ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૩ દર્દીઓના મોત પણ થયા છે. દિલ્હીમાં કોરોનાનો ચેપ દર ૨૬.૫૮ ટકા નોંધાયો છે. આ દરમિયાન રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. જાહેર કરવામાં આવેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હીમાં ૧૮૨૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જાે કે, દિલ્હી સરકારે તેના હેલ્થ બુલેટિનમાં જણાવ્યું કે ૩ મૃત્યુ દિલ્હીમાં થયા છે. તેમના મૃત્યુનું પ્રાથમિક કારણ કોરોના નથી. રાજસ્થાનના આરોગ્ય મંત્રાલયના સોમવારે જારી કરાયેલા અહેવાલ મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૭ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. રાજધાની જયપુરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં કોરોનાના ૫૫ નવા કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને ૮૦૪ થઈ ગઈ છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૮ નવા કેસ નોંધાયા છે. અહીં એક દર્દીનું પણ કોરોનાને કારણે મોત થયું છે. રવિવારે મહારાષ્ટ્રમાં ૭૮૮ નવા કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં ૫૦ ટકા ઓછા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૪૬૬૭ છે. ગુજરાતમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. જેમાં ૦૭ એપ્રિલના રોજ કોરોનાના નવા ૩૨૮ કેસ નોંધાયા છે.અમદાવાદમાં ૯૩, સુરતમાં ૩૧, મહેસાણામાં ૨૬, વડોદરામાં ૨૫, મોરબીમાં ૨૩, વડોદરા જિલ્લામાં ૧૮, ગાંધીનગરમાં ૧૬, સાબરકાંઠામાં ૧૨, વલસાડમાં ૧૧,સુરત જિલ્લામાં ૧૦, અમરેલીમાં ૦૭, નવસારીમાં ૦૭, ગાંધીનગરમાં ૦૬, રાજકોટ જિલ્લામાં ૦૬, આણંદમાં ૦૫, ભરૂચમાં ૦૫, રાજકોટમાં ૦૫, ભાવનગરમાં ૦૪, પાટણમાં ૦૪, અમદાવાદ જિલ્લામાં ૦૩, કચ્છમાં ૦૩, પંચમહાલમાં ૦૨, પોરબંદરમાં ૦૨, સુરેન્દ્રનગરમાં ૦૨, બનાસકાંઠામાં ૦૧ અને ગીર સોમનાથમાં ૦૧ કેસ નોંધાયો છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ ૨૧૫૫ થયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ ૨૧૫૫ કોરોના રિકવરી રેટ ૯૮.૯૭ ટકા થયો છે. જ્યારે કોરોનાથી ૩૧૫ દર્દી સાજા થયા છે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જાેતા સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. આ સાથે તેમણે દિલ્હીના લોકોને કહ્યું છે કે લોકોએ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જાેઈએ. શારીરિક અંતરનું પાલન કરો.
