નવીદિલ્હી
રિંકુ સિંહે ૈંઁન્ માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી બેટિંગ વખતે છેલ્લી ઓવરમાં ૫ સિક્સર ફટકારી ઇતિહાસ રચી દીધો છે. રિંકું માત્ર ૨૪ વર્ષનો છે અને તેણે કરેલા પ્રદર્શન પરથી જણાય આવે છે કે આવડત અને હિંમત ધરાવતી વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. રિંકુએ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. તે મહેનત બાદ દેશમાં ગુંજતું નામ બની ગયું છે. રિંકુ અલીગઢનો છે. ૈંઁન્ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની જીત થતાની સાથે જ અલીગઢમાં ઉજવણી કરવામાં આવી હતી. રિંકુના પિતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને તેઓ ખૂબ ખુશ હોવાનું કહ્યું હતું. રિંકુએ તેમને ગર્વ અપાવ્યો છે. તેણે ૈંઁન્માં દેખાડેલા પ્રદર્શનના કારણે આજે દેશભરમાં તેની ચર્ચા થઈ રહી છે. તેણે મેચનું પાસું ફેરવી નાખ્યું હતું. તેના કારણે જ તેની ટીમ જીતી હતી રીન્કુએ સતત પાંચ છક્કા ફટકારીને ક્રિસ ગેઈલની સાથે થઈ ગયો છે. અગાઉ ક્રિસ ગેઈલે ૨૦૧૨માં આવું કર્યું હતું. રિંકુ સિંહની માતા વીણા દેવી ખૂબ ખુશ છે. તેમણે કહ્યું કે, મને બહુ સારું લાગે છે. તેણે ગઈકાલે જે કર્યું તે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. તેણે ટીમને જીત અપાવી તે જાેઈને ખૂબ જ સારું લાગે છે. હું ત્યારે ખૂબ જ ખુશ હતી. આ સાથે તેમણે રિંકુ ભારત માટે રમે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. રિંકુના પિતા ખાનચંદે જણાવ્યું હતું કે, રિંકુ ત્રીજા નંબરનો પુત્ર છે. શરૂઆતથી જ તે ક્રિકેટ રમતો હતો, ત્યારે હું તેને કહેતો કે તે ક્રિકેટ રમીને શું થશે? કંઈ બનવું હોય તો ભણીગણી લે. જાેકે તેનું મન અભ્યાસમાં નહોતું. તેઓ વધુમાં કહે છે કે, તે રમતો હતો ત્યારે મેં સ્ટેડિયમમાં આસપાસ જાેયું અને મેં સારા રન બનતા જાેયા ત્યારે બધાએ કહ્યું કે તમારો છોકરો સારું રમે છે. પછી મેં તેને કામ કરવાની ના પાડી. મે કહ્યુ તું ક્રિકેટ રમવાનું ચાલુ રાખ, હું ગેસ સિલિન્ડર ડિલિવરીનું કામ કરું છું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આજે તે આટલી ઊંચાઈએ પહોંચશે. તેઓ ઉમેરે છે કે, મારે જરૂર હોય ત્યારે તે સિલિન્ડર ઉપાડવા માટે આવતો હતો. તેના ભાઈએ તેને નોકરી પર રખાવતા તેણે કામ કરવાની ના પાડી દીધી હતી. કાલે તેને ૫ સિક્સર ફટકારતા જાેઈને મને ખૂબ જ ખુશી થઈ હતી. મારી છાતી પહોળી થઈ ગઈ છે. રિંકુએ હજી લગ્ન કર્યા નથી. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, હું તેને ભારતની ટીમ તરફથી રમતો જાેવા માગું છું. તેણે મને ૫ વર્ષ પહેલાં આ કામ ન કરવા કહ્યું હતું. પણ મે છોડવાની ના પાડી હતી. રિંકુ સિંહને ૫ ભાઈ અને એક બહેન છે. તે છ પૈકી ત્રીજા નંબરનું સંતાન છે અને ૨૪ વર્ષનો છે. રિંકુ સિંહે પોતાના જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. તે ઘરે-ઘરે સિલિન્ડરની ડિલિવરી કરતો હતો. તેના મોટા ભાઈને ઓટો ચલાવતા હતા. તેણે સાફ સફાઈ પણ કરી છે. રિંકુના પિતા ગેસ સિલિન્ડરના વિતરકનું કામ કરતા હતા. રિંકુ તેમની સાથે ઘરે-ઘરે જઇને સિલિન્ડર પહોંચાડતો હતો. રિંકુ ગેસ સિલિન્ડરના ગોડાઉનના નાના ક્વાર્ટરમાં રહે છે. રિંકુને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. પહેલા તે અલીગઢના નાના મેદાનોમાં ક્રિકેટ રમતો હતો. સમય જતાં રિંકુએ ધીરે ધીરે મોટી ટૂર્નામેન્ટ રમવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેની પસંદગી યુપીની ટીમમાં થઈ હતી. રિંકુને ૈંઁન્ કરિયરના છેલ્લા ૫ વર્ષ બહુ સારા રહ્યા નથી. તેણે ઈજાથી લઈને બીસીસીઆઈના નિયમોના ઉલ્લંઘન અને સસ્પેન્શન સુધી ઘણી વસ્તુઓ સહન કરી છે. ભૂતકાળમાં રિંકુ ક્રિકેટ રમે તે તેના પરિવારને પસંદ નહોતું. જાેકે, તેના પિતાને ક્રિકેટ ગમતું હતું અને તેઓ ક્રિકેટર પણ હતા. અલબત, ૨૦૧૨માં ઘણું બદલાઈ ગયું હતું. તે સમયે રિંકુએ સ્કૂલ ટૂર્નામેન્ટમાં બાઇક જીતી હતી. જેથી પરિવારે પોતાનો વિચાર બદલવાનું શરૂ કરી દીધું હતું. શરુઆતમાં ક્રિકેટમાંથી ક્રિકેટ થકી કરેલી કમાણી પૈસા ચૂકવવામાં જતી રહી હતી. રિંકુ ૈંઁન્માં પહોંચનારો અલીગઢનો પ્રથમ ખેલાડી બન્યો હતો. તેના પરિવારે ક્યારેય વિચાર્યું પણ નહોતું એટલા પૈસા તેને મળ્યા હતા. લોન ભરપાઈ કર્યા બાદ રિંકુએ જમીન લઈને ઘર બનાવ્યું અને પોતાના ઘરની તમામ સમસ્યાઓનો નિકાલ કર્યો હતો.


