Delhi

ક્રિકેટર શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરે લગ્ન કરી લીધા

નવીદિલ્હી
ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને લોર્ડ ઠાકુર તરીકે ઓળખાતા ક્રિકેટર શાર્દુલ ઠાકુરે લગ્ન કરી લીધા છે. શાર્દુલે આજે મુંબઈમાં તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લગ્ન કર્યા હતા. બંને મરાઠી રીત-રિવાજથી લગ્નના બંધનમાં બંધાયા હતા. આ સમયે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ વર્ષે ભારતીય ટીમના ત્રીજા સ્ટાર ક્રિકેટરના લગ્ન થઈ રહ્યા છે. સૌથી પહેલા કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્ન થયા હતા. ત્યાર પછી ઓલરાઉન્ડર અક્ષર પટેલે મેહા સાથે લગ્ન કર્યા. હવે શાર્દુલ ઠાકુરે પણ ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકર સાથે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયાએક દિવસ પહેલા જ પર શાર્દુલ અને મિતાલીની હલ્દીની તસવીરો આવી હતી. શાર્દુલના લગ્નમાં ટીમ ઈન્ડિયાનો સાથી ખેલાડી શ્રેયસ અય્યર સ્ટેજ પર ગાતો જાેવા મળ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને તેની પત્ની તેમજ ડાન્સરધનશ્રી વર્મા પણ તેના લગ્નમાં હાજર રહ્યા હતા. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહી છે. વર્ષ ૨૦૨૧માં શાર્દુલ ઠાકુર અને તેની ગર્લફ્રેન્ડ મિતાલી પારુલકરે સગાઈ કરી લીધી હતી. બંનેએ મુંબઈમાં સગાઈ કરી હતી. ્‌૨૦ વર્લ્ડ બાદ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ બંને વર્ષ ૨૦૨૨માં લગ્ન કરવાના હતા પરંતુ કોઈ કારણસર તારીખ મોકૂફ રાખવી પડી હતી. જે બાદ હવે ૨૭ ફેબ્રુઆરીએ બંનેએ લગ્ન કરી લીધા હતા. શાર્દુલના લગ્નની તસવીરો હજુ સત્તાવાર રીતે સામે આવી નથી. સોશિયલ મીડિયા પર શાર્દુલના ફેન પેજ દ્વારા શાર્દુલ અને મિતાલીના લગ્નની તસવીરો સામે આવી રહી છે. શાર્દુલ હલ્દી સેરેમની દરમિયાન કુર્તા પહેરીને જાેવા મળ્યો હતો. તો તેની પત્ની મિતાલી પણ લગ્નમાં અત્યંત ખૂબસૂરત દેખાઈ રહી હતી. જાણવા મળ્યું છે કે શાર્દુલની પત્ની બિઝનેસ વુમન છે. તેનું પોતાનું સ્ટાર્ટઅપ છે. બંને એકબીજાને લાંબા સમયથી ઓળખે છે. શાર્દુલની ઉંમર હાલ ૩૧ વર્ષ છે. ભારત ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ રમી રહ્યા છે પણ તે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં નથી રમી રહ્યો. અને એ જ કારણ છે કે તે પોતાના આ સમયમાં લગ્ન કરી રહ્યો છે. ૧ માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે. બીજી ટેસ્ટ પછી ઘણો લાંબો વિરામ રહ્યો છે. જેના કારણે રોહિત શર્મા પોતે પણ આ લગ્નનો ભાગ બની શક્યો હતો.. શાર્દુલ અને મિતાલીની સગાઈ પણ મુંબઈમાં જ સ્ઝ્રછના એક કોમ્પ્લેક્સમાં થઈ હતી

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *