Delhi

ખરાબ પોસ્ટને ટિ્‌વટર, ઇન્સ્ટા કે ફેસબુક હટાવે નહીં તો અહીં ફરિયાદ કરો, સરકાર પગલાં લેશે

નવીદિલ્હી
ડિજિટલાઈઝેશનના આ યુગમાં સોશિયલ મીડિયાએ માહિતીનું પ્રસારણ ખૂબ જ સરળ બનાવી દીધું છે. પરંતુ તેની સાથે વાંધાજનક પોસ્ટના ઘણા કિસ્સાઓ પણ સામે આવવા લાગ્યા છે. હવે સરકારે વાંધાજનક પોસ્ટ પર કાર્યવાહીને લઈને મોટું પગલું ભરવાનું નક્કી કર્યું છે. જાે તમને સોશિયલ મીડિયાની કોઈપણ પોસ્ટ સામે વાંધો હોય અને સોશિયલ મીડિયા કંપની તેને દૂર કરવામાં અચકાતી હોય તો તમે તેની સામે ફરિયાદ કરી શકો છો. આજથી તમે કોઈ પણ સોશિયલ મીડિયા મધ્યસ્થી વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ પર કાર્યવાહી ન કરવા બદલ ફરિયાદ નોંધાવી શકશો. સરકારના આ પગલા બાદ ફરિયાદ અપીલ સમિતિઓએ તેમનું કામ શરૂ કરી દીધું છે. આઇટી નિયમો વિષે જાણો.. સરકારે નવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો હેઠળ ત્રણ સમિતિઓને સૂચિત કરી છે. આ સમિતિઓ એવી સોશિયલ મીડિયા કંપનીઓ સામે કાર્યવાહી કરશે જે યુઝર્સની ફરિયાદો પર કાર્યવાહી નહીં કરે. સોશિયલ મીડિયા યુઝર્સ તેમની ફરિયાદ ય્છઝ્ર.ય્ર્ંફ.ૈહ પર નોંધાવી શકે છે. જાન્યુઆરીમાં સરકારે ૩ ય્છઝ્ર બનાવવાનો ર્નિણય લીધો હતો. આ ત્રણ ય્છઝ્ર નું નેતૃત્વ ગૃહ મંત્રાલય, માહિતી પ્રસારણ મંત્રાલય અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના અધિકારીઓ કરશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *