Delhi

ખાલી કોન્ફરન્સ રૂમમાં બેસીને ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવાથી કશુ થવાનું નથી ઃ વડાપ્રધાન મોદી

નવીદિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્લ્ડ બેંકમાં લાઇફ દ્વારા આયોજિત ‘હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચાને સંબોધતા કહ્યું કે જાગૃત લોકોની રોજિંદી ક્રિયાઓ પર્યાવરણ પર સકારાત્મક અસર કરશે. ઁસ્ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે લડવાની સૌથી શક્તિશાળી રીતોમાંની એક વર્તન પરિવર્તન છે જે દરેક ઘરથી શરૂ થવી જાેઈએ. ઁસ્ મોદીએ વધુમાં કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ સામે માત્ર કોન્ફરન્સ રૂમના ટેબલ પરથી જ લડી શકાય નહીં પરંતુ દરેક ઘરમાં ડિનર ટેબલ પર જ લડવું પડશે. જ્યારે કોઈ વિચાર ચર્ચાના ટેબલ પરથી ડિનર ટેબલ પર થાય છે ત્યારે તે એક જન ચળવળ બની જાય છે. મોદીએ કહ્યું કે વૈશ્વિક નેતાઓના એકસાથે આવવાથી નવા વિચારો, આંતરદૃષ્ટિ અને ઉકેલો સાથે આગળ વધવાના રસ્તા મળ્યા. તેઓ ઉર્જા, પર્યાવરણ અને આબોહવા ભવિષ્યમાં આવનારા મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ રહ્યા હતા. આ દરમિયાન મોદીએ ક્લાઈમેટ ચેન્જમાં મદદ કરનાર ભારતીય લોકોની પણ પ્રશંસા કરી હતી.મોદીએ કહ્યું કે ભારતના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણું કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સ દરમિયાન, ઉર્જા અને સંસાધનોના સમજદાર ઉપયોગ અને ભારતની વપરાશ પેટર્નને નિયંત્રિત કરવાથી આવતા ફેરફારોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસોથી ૨૨ અબજ યુનિટથી વધુ ઊર્જાની બચત થશે. પીએમએ કહ્યું કે વિશ્વ બેંક જૂથ ક્લાયમેટ ફાઇનાન્સને ૨૬ ટકાથી વધારીને ૩૫ ટકા કરવા માંગે છે. વિશ્વ બેંકમાં લાઈફ દ્વારા આયોજિત ‘હાઉ બિહેવિયરલ ચેન્જ કેન ટેકલ ક્લાઈમેટ ચેન્જ’ વિષય પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેનલ ચર્ચા થઈ હતી. આ ચર્ચામાં ભારતના નાણામંત્રી ર્નિમલા સીતારમણ પણ સામેલ થયા હતા. સીતારમણે પેનલ ચર્ચા દરમિયાન ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને વેગ આપવા પર ભાર મૂક્યો હતો.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *