નવીદિલ્હી
સોશલ મીડિયા પર તિબેટના ધાર્મિક નેતા દલાઇ લામાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં એક નાની બાળકી ધાર્મિક ગુરૂથી સવાલ કરતી નજરે આવી રહી છે.બાળકી ધાર્મિક ગુરૂથી પુછી રહી છે કે આખરે તમને કયારે ગુસ્સો આવે છે.તેના પર ધાર્મિક ગુરૂનો જવાબ સાંભળી દરેક કોઇ સ્તબ્ધ થઇ ગયા વીડિયોમાં તમે જાેઇ શકો છો કે જે માસુમિયતથી બાળકી દલાઇ લામાથી સવાલ કરી રહી હતી તેટલા જ પ્રેમથી દલાઇ લામા બાળકીને સવાલનો જવાબ આપી રહ્યાં હતાંજાે કે દલાઇ લામાના જવાબ સાંભળ્યા બાદ કોઇ પણ પોતાની હસી રોકી શકયા નહીં. આ વીડિયો સોશલ મીડિયા દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઇ રહ્યો છે.વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ ચુકી છે આ વીડિયો યેશી દાવા નામના એક વ્યક્તિએ પોતાના ટિ્વટર હૈંડલથી પોસ્ટ કર્યો છે.આ વીડિયોમાં બાળકીના સવાલનો જવાબ આપતાં દલાઇ લામા કહે છે કે જયારે પણ તે ગાઢ ઉંધમાં સુઇ રહ્યા હોય અને કોઇ મચ્છર તેમના કાનની પાસે આવી ગણગણ કરે તો તે સમયે તેઓ ગુસ્સો આવે છે. વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં દલાઇ લામાના પ્યારી બાળકીના સવાલનો જવાબ આપતાં હાથેથી ઇશારો કરતા મચ્છરને મારવાનો ઇશારો પણ કરતા નજરે આવે છે આ વીડિયો અત્યાર સુધી ૨૨ હજારથી વધુ વ્યુજ અને ૪ હજારથી વધુ લાઇકસ મળી છે.સોશલ મીડિયા પર આ વીડિયો ખુબ જ તેજીથી વાયરલ થઇ રહી છે.


