Delhi

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત લીધી

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નવી દિલ્હી ખાતે મુલાકાત લેતા રાજ્યપાલ શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ ની જન્મ જયંતિ સંદર્ભે આર્ય સમાજ દ્વારા પ્રસ્તાવિત કાર્યક્રમથી પ્રધાનમંત્રીને માહિતગાર કરતા રાજ્યપાલ શ્રી
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રીએ ગુજરાતની પાવન ધરા પર જન્મ લઈને આર્ય સમાજની સ્થાપના દ્વારા વૈદિક સંસ્કૃતિની પુનઃસ્થાપના માટે સ્વાર્પણ કરનારા ઋષિ દયાનંદ સરસ્વતીની આગામી ૨૦૦મી જન્મ જયંતી પ્રસંગે આર્ય સમાજ દ્વારા આયોજિત પ્રસ્તાવિત કાર્યક્રમોથી પ્રધાનમંત્રી ને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન આર્ય સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજ્યપાલ શ્રીના ખાસ ફરજ પરના અધિકારી ડો. રાજેન્દ્ર વિદ્યાલંકાર પણ સાથે રહ્યા હતા.

File-02-Page-02-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *