નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩માં રવિવારે અદ્ભુત ડ્રામા જાેવા મળ્યો. લીગ રાઉન્ડમાં ગઈકાલે બે વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર બંનેને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવા માટે જીતની જરૂર હતી. જાેકે, આવું બન્યું ન હતું. મુંબઈએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ ગુજરાત ટાઈટન્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. શુભમન ગિલની સદીએ વિરાટ કોહલીની સદીને ઢાંકી દીધી હતી. જાેકે, ઇઝ્રમ્ના કેટલાક ચાહકો આ હારને પચાવી શક્યા નથી. આ પછી ઇઝ્રમ્ના ચાહકોએ સોશિયલ મીડિયા પર શુભમન અને તેની બહેન માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. શુભમનની બહેન શાહનીલ ગિલની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ખાસ કરીને ચાહકો ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. શાહનીલે ઘણા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર ગુજરાત વિ લખનૌ મેચની તસવીર શેર કરી હતી. તેના કેપ્શનમાં તેણે લખ્યું – કેટલો શાનદાર દિવસ હતો. ઘણા ચાહકોએ આ પોસ્ટ પર શાહનીલ અને શુભમન બંને માટે અપમાનજનક ટિપ્પણીઓ લખી હતી. સાથે જ કેટલાક લોકોએ આમ ન કરવાની અપીલ પણ કરી હતી. શુભમન અને તેની બહેન માટે અભદ્ર ટિપ્પણીઓ જાેઈને, ઘણા ચાહકો ટિ્વટર પર આવ્યા અને દુરુપયોગ કરનારાઓની નિંદા કરી. મેચની વાત કરીએ તો ૈંઁન્ ૨૦૨૩ની પ્રથમ મેચમાં ચેન્નાઈને હરાવનાર ગુજરાત ટાઇટન્સે છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઇઝ્રમ્એ પાંચ વિકેટ ગુમાવીને ૧૯૭ રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે ૧૯.૧ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૯૮ રન બનાવ્યા અને મેચ જીતી લીધી. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. આ સાથે જ ગુજરાત તરફથી શુભમન ગિલે અણનમ ૧૦૪ રન બનાવ્યા હતા.
