નવીદિલ્હી
ગૂગલે ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના દિવસે એટલે કે વેલેન્ટાઈન ડેના અવસરે એક એનિમેટેડ ડૂડલ બનાવ્યું છે. આજે દુનિયાભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી થઈ રહી છે. ગૂગલે પણ આ અવસરે શાનદાર ડૂડલ બનાવીને પ્રેમના દિવસને યાદ કર્યો છે. ગૂગલનું આ નવું ડૂડલ એનિમેટેડ છે તથા તેના બેકગ્રાઉન્ડમાં બ્લર ય્ર્ર્ખ્તઙ્મી લખેલું જાેવા મળે છે. ડૂડલમાં બે દુઃખી વોટર ડ્રોપને ઉપરથી નીચે પડતા દેખાડવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તે મળીને એક થઈને દિલનો આકાર લઈ લે છે. ગૂગલે આ ડૂડલને નામ આપ્યું છે…‘ઇટ્ઠૈહ ર્િ જરૈહી, ુૈઙ્મઙ્મ અર્ે હ્વી દ્બૈહી?’ એવું કહેવાય છે કે મધ્ય યુગમાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા શહેરોમાં એવું માનવામાં આવતું હતું કે આ દિવસથી પક્ષીઓના મિલનની સીઝન શરૂ થાય છે. ત્યારબાદ આ દેશોમાં આ દિવસને પ્રેમના દિવસ સાથે જાેડવામાં આવ્યો અને પછી ધીરે ધીરે તેને સેલિબ્રિટ કરવાનું શરૂ થયું. ૧૭મી સદીમાં વેલેન્ટાઈન ડે ખુબ લોકપ્રિય થઈ ગયો. એવું માનવામાં આવે છે કે વેલેન્ટાઈન ડેનું નામ સંત વેલેન્ટાઈનની યાદમાં પડ્યું જે ત્રીજી સદીમાં રોમન કેથોલિક પ્રીસ્ટ હતા. તેમનું મૃત્યુ ૧૪ ફેબ્રુઆરીના રોજ ૨૭૦છડ્ઢ માં થયું હતું. આ સિવાય એવું પણ કહેવાય છે કે વેલેન્ટાઈનનો ઈતિહાસ ફર્ટિલિટી માટે થનારા એક રોમન ફેસ્ટિવલ ‘ન્ેॅીષ્ઠિટ્ઠઙ્મૈટ્ઠ’ સાથે જાેડાયેલો છે. એવું પણ મનાય છે કે ન્ેॅીષ્ઠિટ્ઠઙ્મૈટ્ઠ ફેસ્ટિવલને એક ધાર્મિક ટિ્વસ્ટ દેવા માટે ચર્ચે તેને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવાનો શરૂ કર્યો.
