Delhi

ગૂગલ પોતાના સર્ચ એન્જિનમાં એઆઈ ફીચરનો ઉમેરો કરશે

નવી દિલ્હી
આવનારા દિવસોમાં ગૂગલ ઇન્ટરનેટ સર્ચ એન્જિનમાં એઆઇ (આર્ટિફિશ્યિલ ઇન્ટિલેજન્સ) ફીચર ઉમેરશે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ આ જાણકારી આપી હતી. ચોથા ક્વાર્ટર માટે કંપનીના પરિણામો જાહેર કરતા તેમણે કહ્યું હતું કે યૂઝર ટૂંક સમયમાં સર્ચમાં લેટેસ્ટ લેંગ્વેજ મોડેલની સાથે સીધી વાતચીત કરી શકશે. સર્ચ દરમિયાન તથ્યો આધારિત અને સામાન્ય વાતચીતના લહેકામાં પરિણામ આપી શકાય એ માટે ગૂગલે ‘લેમ્ડા’ (લેંગ્વેજ મૉડેલ ફોર ડાયલોગ એપ્લિકેશન)નો ઉપયોગ કરશે. પિચાઈએ કહ્યું કે અમે આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની સફરના શરૂઆતના તબક્કામાં છીએ. સૌથી શ્રેષ્ઠ પરિણામ આવવાનું હજુ બાકી છે. ગૂગલની હરિફ કંપની માઇક્રોસોફ્ટે જેમાં રોકાણ કર્યું છે એ ઓપનઆઇનું ચેટબૉટ ‘ચેટજીપીટી’ની આજકાલ દુનિયાભરમાં ચર્ચા છે.

File-01-Photo-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *