નવીદિલ્હી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ગેંગસ્ટર દીપક બોક્સરને પકડવામાં સફળ રહી છે, જાેકે, તેને પકડ્યાં બાદ તેને મેક્સિકોથી ભારત લાવવામાં આવ્યો છે. બુધવારે દીપક બોક્સરને સ્પેશિયલ સેલ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને આઠ દિવસના રિમાન્ડ પર તપાસ એજન્સીને સોંપ્યો હતો. દિલ્હી પોલીસની પૂછપરછમાં દીપક બોક્સરે મોટો ખુલાસો કર્યો છે. પૂછપરછ દરમિયાન દીપક બોક્સરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જણાવ્યું કે, તે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથે સતત ફોન પર વાત કરતો હતો. દીપકે કહ્યું કે, તેના ફરાર થવા દરમિયાન પણ તેણે લોરેન્સ બિશ્નોઈ સાથે ઈન્ટરનેટ કોલ અને એપ દ્વારા ઘણી વખત વાત કરી હતી. દ્ગૈંછ ટૂંક સમયમાં દીપક બોક્સરની પણ પૂછપરછ કરી શકે છે. દ્ગૈંછએ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ આતંકી કેસમાં તેની પૂછપરછ કરશે. ખબર છે કે, દીપક બોક્સરનો નકલી પાસપોર્ટ બનાવવામાં લગભગ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પૈસા બોક્સરે નહીં પરંતુ બોક્સરનો નકલી પાસપોર્ટ બનાવનાર વ્યક્તિએ ખર્ચ કર્યો હતો. બદલામાં તે વ્યક્તિએ બોક્સરને હત્યાનું ટાસ્ક આપ્યું હતું. દીપક બોક્સર અન્ય ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના સંપર્કમાં પણ હતો. દીપકનો પ્લાન ગોલ્ડી અને નકલી પાસપોર્ટ મેળવવામાં મદદ કરનાર વ્યક્તિની મદદથી મેક્સિકો અને અમેરિકામાં રહેવાનો હતો. દીપક બોક્સરના વફાદાર અમેરિકામાં હાજર હતા અને ગોલ્ડીએ તેમના માટે સલામત ઘરની વ્યવસ્થા કરી હતી. ગોલ્ડીની યોજના એવી હતી કે, જાે દીપક બોક્સર અમેરિકા પહોંચે અને ત્યાંની એજન્સીના રડાર પર આવે તો, રાજકીય આશ્રયને ટાંકીને તેને ભારત આવતા બચાવી લેવામાં આવશે. પ્લાન મુજબ દીપક બોક્સરે ચારથી પાંચ મોટા ટાર્ગેટ મારવાના હતા. જેમાં બંબીહા ગેંગના કેટલાક લોકોની હત્યા કરવાનો પ્લાન હતો. પરંતુ તાજેતરમાં સ્પેશિયલ સેલને અમેરિકાની હ્લમ્ૈં પાસેથી બોક્સરને પકડવામાં સફળતા મળી છે. જે બાદ તેને મેક્સિકોથી ભારત લાવવામાં આવ્યો હતો. સ્પેશિયલ સેલ તેની પૂછપરછ કરી રહી છે, અને તે ગેંગના ઘણા રહસ્યો ખોલી રહ્યો છે.


