Delhi

ચીનના જાસૂસી બલૂન અંગે NBC ન્યૂઝે દાવો કર્યો કે, “તેણે અમેરિકી સૈન્ય મથકો વિશે સંવેદનશીલ માહિતી એકઠી કરી છે”

નવીદિલ્હી
ેંજી એરસ્પેસમાં ઉડતો એક ચીની જાસૂસ બલૂન ઘણા સંવેદનશીલ લશ્કરી થાણાઓમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવામાં અને તે જ સમયે બેઇજિંગ મોકલવામાં સક્ષમ હતો. સોમવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી. જાન્યુઆરીના અંતમાં ેંજી એરસ્પેસમાં ત્રણ બસના કદનું શંકાસ્પદ ચીની જાસૂસી બલૂન જાેવા મળ્યું હતું. દ્ગમ્ઝ્ર ન્યૂઝે ત્રણ અધિકારીઓને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ચીન બલૂનને નિયંત્રિત કરવામાં સક્ષમ છે, જેથી તે એકત્રિત કરેલી માહિતીને રીઅલ-ટાઇમમાં બેઇજિંગને મોકલી શકે. સમાચાર અનુસાર, ચીને જે ગુપ્ત માહિતી એકઠી કરી છે, તે મોટાભાગે ઈલેક્ટ્રોનિક સિગ્નલમાંથી મેળવવામાં આવી હતી. ત્રણ અધિકારીઓએ કહ્યું કે, જાે અમેરિકાએ આ બલૂનથી મોકલવામાં આવતી માહિતીને રોકવાના પ્રયાસો ન કર્યા હોત તો, ચીન સંવેદનશીલ વિસ્તારોમાંથી ઘણી બધી ગુપ્ત માહિતી એકત્ર કરી શક્યું હોત. બિડેન એડમિનિસ્ટ્રેશન અનુસાર, આ બલૂન ૨૮ જાન્યુઆરીના રોજ અલાસ્કાથી યુએસ એરસ્પેસમાં પ્રથમ વખત પ્રવેશ્યો હતો. આગામી ચાર દિવસોમાં, તેણે મોન્ટાનામાં માલમસ્ટ્રોમ એર ફોર્સ બેઝ પર ઉડાન ભરી, જ્યાં અમેરિકાના કેટલાક પરમાણુ શસ્ત્રો સંગ્રહિત છે. આ ઘટનાક્રમે અમેરિકા અને ચીન વચ્ચે પહેલેથી જ ચાલી રહેલા તણાવમાં વધારો કર્યો છે. યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને ફેબ્રુઆરીમાં તેમની બેઇજિંગની મુલાકાત મુલતવી રાખી હતી. બેઇજિંગે કહ્યું કે, બલૂન નાગરિક હેતુ માટે હતો અને તેના હેતુવાળા માર્ગથી ભટકી ગયો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર પોસ્ટ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ બલૂન ચીનનો છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે હવામાન સંશોધન માટે થાય છે.” દક્ષિણ કેરોલિનાના કિનારે એટલાન્ટિક મહાસાગરમાં ચીનના જાસૂસ બલૂનને ઠાર કરવામાં આવ્યો હતો. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ જાે બિડેનની સૂચના પર, આજે બપોરે એક ફાઇટર જેટે યુએસ એરસ્પેસમાં દક્ષિણ કેરોલિના કિનારે સમુદ્ર પર એક ચીની જાસૂસી બલૂનને તોડી પાડ્યું હતું.”

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *